દિલ્હીમાં એક સાથે પાંચ જીવલેણ વાયરસ એકિટવ
નવીદિલ્હી, દેશની રાજધાની એક સાથે પાંચ પાંચ વાયરસ સાથે લડી રહી છે વરસાદને કારણે ડેંગ્યુ. મલેરિયા અને ચિકનગુનિયા જેવા કેસ આવી રહ્યાં છે તેમજ સ્વાઇન ફલુના કેસ ૪૦૦થી વધારે થઇ ગયા છે આમાંથી દરેક વાયરસ બહું ખતરનાક છે જો સમયસર સારવાર ન મળે તો જીવ જવાનું જાેખમ છે દિલ્હીમાં દર વર્ષે ડેગ્યું ચિકનગુનિયા અને મલેરિયા ફેલાય છે લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
દુનિયામાં કોરોનાના ૨ કરોડથી વધારે કેસ છે જયારે ૭.૭૦ લાખથી વધારે લોકોના મોત થયા છે દિલ્હીમાં ૧.૫૩ લાખ લોકો કોરોનાગ્રસ્ત થયાના કેસ સામે આવ્યા છે જયારે ૪૧૯૬ દર્દીના મોત નિપજયા છે. સ્વાઇન ફલુ એક ચેપ છે અહીં ૪૧૨ દર્દીઓ છે આ ડેટા ૩૧ જુલાઇ સુધીના છે જો કે કોઇનું મૃત્યુ થયું નથી ૨૦૧૦માં સામે આવેલા સ્વાઇન ફલુએ ૨૭૨૫ લોકોના જીવ લીધા હતાં ગત વર્ષે ૩૧ લોકોના મોત થયા હતાં.ય વરસાદ બાદ મચ્છરો દ્વારા ડેંગીનો ચેપ ફેલાય છે અત્યાર સુધીમાં અહીં ૨૧ કેસ સામે આવ્યા છે જયારે ઓગષ્ટમાં ૧૧ કેસ હતાં.દિલ્હીમાં મલેરિયાના ૩૪ કેસ સામે આવ્યા છે. વરસાદના કારણે ચિકનગુનિયાના ૧૫ કેસ જુલાઇમાં અને ૧૧ કેસ ઓગષ્ટમાં આવ્યા છે આ અઠવાડીયે ત્રણ નવા કેસ સામે આવ્યો છે.HS