દિલ્હીમાં ઓમિક્રૉનનો બીજો દર્દીઃ વેક્સીનનાં બંને ડોઝ લાગી ચૂક્યાં છે

નવીદિલ્લી, દેશમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ રાજધાની દિલ્લીમાં પણ ઓમિક્રૉનનો બીજાે દર્દી સામે આવ્યો છે.
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાની યાત્રા કરીને દિલ્લી પાછો આવેલો એક વ્યક્તિ ઓમિક્રૉનથી સંક્રમિત જાેવા મળ્યો છે. આ દર્દીને દિલ્લીની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દર્દીને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. આ માહિતી દિલ્લી સરકારના એક અધિકારી તરફથી આપવામાં આવી છે.
દિલ્લીમાં મળેલ નવા દર્દી બાદ દેશમાં ઓમિક્રૉનથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા ૩૩ થઈ ગઈ છે. ઓમિક્રૉનના સૌથી વધુ દર્દી મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને પછી દિલ્લીમાં ઓમિક્રૉનના દર્દી અત્યાર સુધી સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રૉનના ૭ નવા દર્દી મળવાથી રાજ્યમાં હડકંપ મચી ગયો છે. જે બાદ રાજ્ય સરકારે મુંબઈમાં કલમ ૧૪૪ લગાવી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે ધારાવીની અંદર ઓમિક્રૉનનો દર્દી સામે આવ્યો હતો. આ ઉપરાંત એક બાળકમાં પણ ઓમિક્રૉનનુ સંક્રમણ મળ્યુ હતુ.HS