Western Times News

Gujarati News

દિલ્હીમાં કોણ આવશે કોણ નહીં તે નક્કી કરવાનું કામ પોલીસનું: સુપ્રીમ

નવીદિલ્હી, કેન્દ્રના કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી હંગામા વચ્ચે કિસાનોએ જાહેરાત કરી છે કે તે ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢવામાં આવશે પરંતુ તેને રોકવા માટે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે જેના પર આજે સુનાવણી થઇ હતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દિલ્હી પોલીસનું કામ છે કે તે નક્કી કરે કે દિલ્હીમાં કોણ આવશે અને કોણ નહીં. કોર્ટે કહ્યું કે શહેરમાં કેટલા લોકો કેવી રીતે આવશે આ પોલીસ નક્કી કરશે હવે આ મામલા પર બુધવાર તા.૨૦ જાન્યુઆરીએ સુનાવણી થશે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે આ મામલો કાયદો અને વ્યવસ્થાથી જાેડાયેલ છે અને તેની બાબતમાં નિર્ણય પોલીસ લેશે આ મામલાનો સામનો કરવા માટે તમારી પાસે તમામ અધિકાર છે દિલ્હીમાં કોને પ્રવેશ આપવો જાેઇએ તેની બાબતમાં નિર્ણય કરવાનો પહેલો અધિકાર પોલીસનો છે અમે તમને બતાવવા જઇ રહ્યો નથી કે તમારે શું કરવું જાેઇએ આ વિષય ઉપર ૨૦ જાન્યુઆરીએ વિચાર કરવામાં આવશે બેંચે કહ્યું કે દિલ્હીમાં પ્રવેશનો મામલો ન્યાય વ્યવસ્થાથી જાેડાયેલ છે અને પોલીસ તેના પર નિર્ણય કરશે તેણે કહ્યું કે એટર્ની જનરલ અમે આ મામલાની સુનાવણી સ્થગિત કરી રહ્યાં છીએ અને તમારી પાસે આ મામલાને ઉકેલવા માટે પુરો અધિકાર છે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરી હતી જે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી છે.અરજી દ્વારા ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહમાં અવરોધ નાખનારા કિસોનોની પ્રસ્તાવિત ટ્રેકટર રેલી અથવા આ રીતના અન્ય પ્રદર્શનને રોક લગાવવા માટે અદાલતને આદેશ જારી કરવાની વિનંતી કરવામાં આવી છે.

હકીકતમાં કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાન યુનિયનોએ કહ્યું કે તેઓ ગણતંત્ર દિવસ પ્રસંગ પર દિલ્હીમાં પોતાની પ્રસ્તાવિત ટ્રેકટર પરેડ કાઢશે અને આ સાથે તેમણે કૃષિ કાનુનોને રદ કરવા સુધી પોતાનું આંદોલન જારી રાખવાની પ્રતિબધ્ધતા જાહેર કરી હતી.બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ૧૯ જાન્યુઆરીએ યોજાનાર વાર્તાના આગામી દૌરમાં કાનુનોને રદ કરવાની જગ્યાએ વિકલ્પો પર ચર્ચા કરવાની વિનંતી કરી છે. ભારતીય કિસાન યુનિન નેતા રાકેશ ટિકૈતે રવિવારે નાગપુરમાં પત્રકારોને કહ્યંુ હતું કે કિસાન કેન્દ્રના નવા કાનુનનો વિરોધ કરવા માટે મે ૨૦૨૪ સુધી કરવા તૈયાર છે અને દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલ કિસાનોનું આંદોલન વૈચારિક ક્રાંતિ છે.તેમણે કહ્યું કે અમારી માંગ છે કે ત્રણેય કાનુનોને પાછા લેવામાં આવે અને સરકાર એમએસપીને કાનુની ગેરંટી આપે.

યુનિયન નેતા યોગેન્દ્ર યાદવે સિંધુ સીમા ખાતે પ્રદર્શન સ્થળ પર એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં બહારી રીગ રોડ પર એક ટ્રેકટર પરેડ કરીશું પરેડ ખુબ શાંતિપૂર્ણ હશે ગણતંત્ર દિવસની પરેડમાં કોઇ પણ અવરોધ આવશે નહીં. કિસાન પોતાના ટ્રેકટરો પર તિરંગો લગાવશે પ્રાધિકારીઓએ કિસાનો દ્વારા પ્રસ્તાવિત ટ્રેકટર માર્ચ કે આવા કોઇ અન્ય પ્રકારના વિરોધ પ્રદર્શન પર રોકની માંગને લઇ સુપ્રીમ કોર્ટનું વલણ કર્યું છે જેથી ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ સમારોહમાં કોઇ પણ રીતનો અવરોધ ન આવે આ મામલો અદાલતમાં લંબિત છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આવતીકાલે ૧૦માં દૌરની મંત્રણા પહેલા કિસાન નેતાઓને ફરીથી વિનંતી કરી છે કે તે નવા કૃષિ કાનુનો પર પોતાની અડયલ વલણ છોડી અને કાનુનોની દરેક ધારા પર ચર્ટા માટે આવે.તોમરે કહ્યું કે હવે જયારે સુપ્રીમ કોર્ટે આ કાનુનના અમલ પર રોક લગાવી દીધી છે તો આવામાં અડિયલ વલણ અપનાવવાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે કિસાન નેતા ૧૯ જાન્યુઆરીએ યોજાનાર આગામી બેઠકમાં કાનુનની દરેક ધારા પર ચર્ચા કરવા આવે તેમણે કહ્યું કે કાનુનને રદ કરવાની માંગન ે છોડી સરકાર ગંભીરતાથી વધુ ખુલ્લા મનની સાથે અન્ય વિકલ્પો પર વિચાર કરવા માટે તૈયાર છે આ દરમિયાન નવા કૃષિ કાનુનો પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત સમિતિની અહીં પુસા પરિસરમાં આવતીકાલે પોતાની પહેલી બેઠક કરે તેવી સંભાવના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.