દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર નબળી થઇ,સ્થિતિમાં સુધારો
નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસની ત્રીજી લહે નબળી પડયા બાદ સ્થિતિમાં સુધાર જાેવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં સંક્રમણ દરમાં આવેલ કમી અને મોતના ઘટાડાને કારણે આ સુધાર જાેવા મળી રહ્યો છે. સંક્રમણના રોજના દર ત્રણ ડિસેમ્બર બાદથી પાંચ ટકા ઓછા થયા છે.
દિલ્હીમાં સોમવારે ૧૩૭૬ નવા મામલા સામે આવ્યા હતાં જે ગત સાડા ત્રણ મહીનામાં સૌથી ઓછા છે અને ૬૦ લોકોની સંક્રણથી મોતની સાથે મૃતકોનો આંકડો ૧૦,૦૭૪ થઇ ગયો છે આથી જાહેર છે કે નવેમ્બર મહીનામાં દિલ્હીમાં ત્રીજા તબક્કા બાદ સ્થિતિમાં સુધાર આવ્યો છે.
સૌથી વધુ એક દિવસમાં ૮૫૯૬ મામલા ૧૧ નવેમ્બરે સામે આવ્યા હતાં. ૧૮ નવેમ્બરે ૭૪૮૬ નવા મામલા સામે આવ્યા અને ૧૩૩ લોકોના મોત થયા જે અત્યાર સુધી એક દિવસમાં મોતના સૌથી વધુ આંકડા છે ૧૩ ડિસેમ્બરે ૩૩ લોકોના સંક્રમણથી મોત થયા જે ૨૧ સપ્ટેમ્બર બાદ સૌથી ઓછા છે
લોકનાયક હોસ્પિટલમાં એક વરિષ્ઠ તબીબે કહ્યું હતું કે રાજયમાં સ્થિતને નિયંત્રણમાં લેવા માટે ડોકટર અને સરકારી અધિકારી સાથે મળી કામ કરી રહ્યાં છે જુન સપ્ટેમ્બર અને નવેમ્બરની સરખામણીમાં સ્થિતિ સારી જાેવા મળી રહી છે આંકડા અનુસાર હોમ આઇસોલેશનમાં વર્તમાન સંક્રમિત દર્દીઓમાં કમી આવી છે ગત ૧૩ ડિસેબરે ૧૦ હજારથી ઓછા દર્દી થઇ ગયા આ કોવિડ ૧૯ની સ્થિતિમાં સુધારાનો સંકેત છે.HS