દિલ્હીમાં કોરોનાની સૌથી ખતરનાક લહેર,એકિટવ દર્દીઓની સંખ્યા ૪૧,૮૫૭
નવીદિલ્હી, દેશનું પાટનગર કોરોનાની સૌથી ખરાબ લહેરથી ઝઝુમી રહી છે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આ કહી રહ્યાં છે પરંતુ આકડા પણ તે તરફ ઇશારો કરે છે.દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૧૫.૨ ટકા થઇ ગયા છે દિલ્હીમાં નવેમ્બરના મહીનામાં કોવિડ મામલામાં ખુબ વધારો જાેવા મળ્યો બાકી દેશમાં કોરોનાના પ્રકોપ ઘટી રહ્યાં હતાં પરંતુ ત્યાં પણ ગત ૧-૮ નવેમ્બરના કેસમાં થોડો વધારો જાેવા મળ્યો દિલ્હીમાં ગત ત્રણ દિવસની અંદર નવા કેસ બીજીવાર ૭,૦૦૦નો આંકડો પાર કરી રહ્યાં આ દરમિયાન ૭૭ દર્દીઓના મોત નિપજયા હતાં દિલ્હીનો ઓવરઓલ પોઝિટીવિટી રેટ ૮.૬ ટકા છે જયારે ફેટલિટી રેટ ૧.૬ ટકા છે અહીં લગભગ ૪૨ હજાર મામલા એકિટવ છે.
દિલ્હીમાં ત્રણ નવેમ્બરે પહેલીવાર નવા કોરોનાના કેસ ૬ હજારના આંકડાને પાર કરી ગયા હતાં આઠ નવેમ્બર સુધી દિલ્હીમાં કોવિડના ૫૧,૮૨૩ મામલા સામે આવી ચુકયા છે એટલે કે સરેરાશ ૬,૪૭૭ મામલા દરરોજના આ આઠ દિવસોમાં ૪૭૮ લોકોના મોત પણ થયા હતાં.
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે પાટનગર આ સમયે ત્રીજી અને સૌથી ખરાબ લહેરથી પસાર થઇ રહ્યું છે તેમણે કહ્યું કે કેસ તાકિદે ઓછા થતાં જશે જૈનના જણાવ્યા અનુસાર કોવિડ મામલામાં આ ઉછાળો એગ્રેસિવ ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગને કારણે આવ્યા છે આ ઉછાળની અસર દિલ્હીમાં કોવિડ હોસ્પિટલ પર પણ પડી છે.અડધાથી વધુ બેડનો ઉપયોગ થઇ રહ્યો છે દિલ્હી કોરોના એપ અનુસાર આઇસીયુ બેડ્સ પણ ૮૦ ટકા સુધી ઓકયુપાઇડ છે.
સપ્ટેમ્બર મધ્ય બાદથી જ ભારતમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતાં વીકલી ટ્રેડ જોવાથી માહિતી મળે છે કે ગત અઠવાડીયે ૧-૮ નવેમ્બર વચ્ચે કેસમાં થોડો વધારો જાેવા મળ્યા આ ગત આઠ અઠવાડીયામાં પહેલીવાર છે જયારે કેસ વધ્યા.આ દરમિયાન મોતનો આંકડો પણ વધ્યો છે.૧થી ૮ નવેમ્બર વચ્ચે ૪,૦૧૪ દર્દીના મોત થયા જયારે તેના પહેલાવાળા અઠવાડીયાાં ૩,૫૮૬ લોકોના જીવ ગયા દિવાળીવાળા અઠવાડીયા પહેલા કેસોમાં વધારો ચિંતામાં રાખી દે તેવો છે.HS