દિલ્હીમાં કોરોના સંક્રમણ વચ્ચે મલેરિયા ડેન્ગ્યૂ માથું ઉંચક્યું, અત્યાર સુધી ૧૪૩ નવા કેસ સામે આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/maleriya_1563950744-1024x768.jpg)
નવીદિલ્હી, ચોમાસું ચાલુ થતાની સાથે જ દેશમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ચોમાસામાં સૌથી વધુ ત્રાસ મચ્છરોનો થઈ જાય છે. પાણી ભરાયેલા ખાબોચિયામાં મચ્છરોનું બ્રિડિંગ ચાલુ થતાં મલેરિયા ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય રોગનો ફેલાવો વધે છે. ચોમાસું શરૂ થતાની સાથે જ દિલ્હીમાં પણ ડેન્ગ્યુના કેસ વધવા લાગ્યા છે.
જેણે સરકાર, કોર્પોરેશનની સાથે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ડેન્ગ્યુના તાજેતરના આંકડા જાહેર કર્યા. ડેન્ગ્યુના હાલમાં જાહેર થયેલા આંક ચિંતાજનક છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગયા અઠવાડિયે નવ ડેન્ગ્યુના કેસ નોંધ્યા હતા, આ વર્ષે રાજધાનીમાં ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા ૧૪૩ થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયે આ સમયે ડેન્ગ્યુના માત્ર ૩૬ કેસ નોંધાયા હતા.
દિલ્હી કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ મુજબ ડેન્ગ્યુના ૯ કેસમાંથી સાતની ખબર નથી પડી શકી. જ્યારે એમસીડીએ પણ ગત અઠવાડિયે મેલેરિયાના ૩ કેસ નોંધ્યા હતા. આ પ્રકારે દિલ્હીમાં મેલેરિયાના કુલ કેસોની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે. તે જ સમયે ૨૦૨૧ માં મેલેરિયાના માત્ર ૧૧ કેસ નોંધાયા હતા.
જણાવી દઈએ કે ચોમાસાના આગમનની સાથે જ ડેન્ગ્યુના મચ્છરોનું બ્રિડીંગ ઝડપી બને છે. મચ્છરોમાં પ્રજનન વધુ થતાં મચ્છરોની સંખ્યામાં સતત વધારો થાય છે. એને રોકવા માટે એમસીડી દ્વારા કડક નિયમોનું પાલન કરાવવામાં આવે છે. બ્રિડિંગ સાઈડો સીલ કરી દંડ સુધીની કાર્યવાહી કરાય છે.
લોકોને જાગૃત કરી મચ્છરો સામે સતર્ક રહેવાનો આગ્રહ કરાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વેક્ટર-જન્ય રોગોના ફેલાવાને રોકવા માટે, મચ્છરો માટે કોઈપણ પ્રજનન અનુકૂળ સ્થિતિનો નષ્ટ કરવા માટે પ્રયાસ એ જ સૌથી અસરકારક રીત છે.HS2KP