દિલ્હીમાં કોલેજાે-શાળાઓ નિયંત્રણો સાથે ખોલાશે
નવી દિલ્હી, કોરોનાના ઘટતા કેસ વચ્ચે દિલ્હીમાં આજે ડીડીએમની બેઠક થઈ હતી, જેમાં મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. દિલ્હીમાં હવે સ્કૂલ-કોલેજ અને જિમ ખોલી દેવામાં આવશે. જાે કારમાં એક વ્યક્તિ સફર કરી રહ્યો હતો અને માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ લાગશે નહીં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બપોરે ૧૨ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. તેમાં મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે.
દિલ્હીમાં લેવાયા મહત્વના ર્નિણયઃ ૭ ફેબ્રુઆરીથી કોલેજ અને કોલિંગ ઇન્સિટ્યુટ નિયમનો સાથે ખોલવામાં આવશે. તેમાં હવે ઓનલાઇન ક્લાસ થશે નહીં. તબક્કાવાર રીતે સ્કૂલ ખોલવામાં આવશે. પહેલાં ૭ ફેબ્રુઆરીથી ધોરણ-૯થી લઈને ૧૨ સુધીની શાળા ખોલવામાં આવશે.
પરંતુ તે માટે ઓનલાઇન ક્લાસો પણ જારી રહેશે. ૧૪ ફેબ્રુઆરીથી નર્સરીથી ધોરણ ૮ સુધીના બાળકો માટે શાળાઓ પણ ખોલવામાં આવશે. આ વર્ગોના શિક્ષકોને સંપૂર્ણ રસી આપવામાં આવશે તો જ તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. દિલ્હીમાં અત્યારે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે.
જાે કે હવે તેનો સમય બદલીને ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ હવે ૧૧ વાગ્યા સુધી ખુલી શકશે. અગાઉ તેમને માત્ર ૧૦ વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે તમામ ઓફિસો ૧૦૦ ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે.
નિયમો સાથે હવે જીમ, સ્પા અને સ્વિમિંગ પુલ પણ ખોલી શકાશે. જાે કારમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હોય, તો તેણે માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં, તેને છૂટ આપવામાં આવી છે. ડીડીએમએની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક પત્રકાર પરિષદ યોજી હતી.
તેમાં તેમણે કહ્યુ કે, દિલ્હીમાં હવે ઝડપથી કેસ ઘટી રહ્યાં છે. તેવામાં સરકારે ર્નિણય લીધો છે કે હવે પ્રતિબંધોમાં છૂટ આપવી જાેઈએ, જેથી બધાનો રોજગાર ચાલતો રહે અને લોકોએ ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. મનીષ સિસોદિયાએ કહ્યુ કે, જાે કોરોનાની સ્થિતિમાં સુધાર જાેવા મળે છે તો પછી બાકીના પ્રતિબંધો પર પણ ર્નિણય લેવામાં આવશે.SSS