દિલ્હીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન ન થતા ૫ જુલાઈ સુધી બજારો બંધ રહેશે

પ્રતિકાત્મક
નવીદિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા જ છૂટછાટ આપવાનું શરૂ થઈ ગયું છે, દિલ્હીમાં કેસ ઘટતાની સાથે જ બજારોમાં ફરી ભીડ જાેવા મળી રહી છે. ત્યારે આવામાં કોરોના નિયમોને લઈને જાહેર સ્થળોએ બેદરકારી જાેવા મળી રહી છે. આ સંદર્ભમાં, પૂર્વ દિલ્હી જિલ્લા વહીવટી તંત્રે કડક પગલા લીધા છે. પૂર્વ દિલ્હીમાં કોવિડના નિયમોનું પાલન નહીં કરવાને ધ્યાનમાં રાખીને દિલ્હીનું લક્ષ્મી નગર માર્કેટ બંધ કરાયું છે.
પૂર્વ દિલ્હીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવાને કારણે લક્ષ્મી નગર મેઇન માર્કેટ ૫ જુલાઈ સુધી બંધ રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ના આદેશો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ દિલ્હીના ડીએમ સોનિકા સિંહે તેના આદેશો જારી કર્યા છે. પ્રિત વિહારના એસડીએમના અહેવાલના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી નગર મુખ્ય બજારમાં દુકાનદારો, હેન્ડકાર્ટ્સ અને લોકો બજારમાં કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરી રહ્યા નથી.વિકાસ માર્ગથી લવલી પબ્લિક સ્કૂલ સુધી વિસ્તરતા લક્ષ્મી નગર મેઇન માર્કેટમાં તેમજ કોરોના નિયમોનું પાલન ન થવાને કારણે અન્ય બજારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લક્ષ્મી નગર મેઈન માર્કેટની આજુબાજુમાં મંગલ બજાર, વિજય ચોક, સુભાષ ચોક, જગતરામ પાર્ક અને ગુરુ રામદાસ નગરમાં પણ બંધ કરાઈ છે. આ બજારો ૨૯ જૂનથી ૫ જુલાઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે.
દિલ્હીમાં કોરોના ચેપના કેસ ઘટતાની સાથે જ લોકડાઉન પણ હળવું થવા લાગ્યું છે. દિલ્હીમાં હવે અનલોક -૫ લાગુ કરવામાં આવી છે. અહીં બજારોને સવારે ૧૦ થી રાત્રીના ૮ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે જ સમયે એવું પણ કહેવામાં આવ્યું છે કે, દુકાનદારો પણ કોવિડ ઉપચિત વર્તનનું પાલન કરશે. પરંતુ લક્ષ્મી નગર માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું ન હતું, તેથી તેને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.