દિલ્હીમાં ખાનગી શાળાઓ ટયુશન ફી સિવાયની કોઇ ફી લેશે નહીં
નવીદિલ્હી, દિલ્હી સરકારે ખાનગી શાળાઓને આદેશ આપ્યો છે કે ટયુશન ફી સિવાયની કોઇ પણ ફી ન લે ડાયરેકટોરેટ ઓોફ એજયુકેશનએ ૧૮ એપ્રિલના રોજ જારી કરેલ આદેશને ધ્યાનમાં રાખી ખાનગી શાળાઓને ફકત ટયુશન ફી વસુલવાનો નિર્દેશ આપ્યો છે આ સિવાય શાળાઓ બીજી કોઇ ફી લઇ શકતી નથી ટયુશન ફી સિવાયના વિદ્યાર્થીઓ પાસેથી ચાર્જ લેવામાં આવ્યો છે આવતા મહિનામાં શાળાએ તેને સમાયોજિત કરવો પડશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સોસોદિયોએ ટિ્વટ કર્યું હતું કે ખાનગી શાળાઓના વિગ્યાર્થી વાલીઓના હિતમાં અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય ખાનગી શાળાઓને આદેશ આપો કોઇ પણ શાળાએ ટયુશન ફી સિવાય કોઇ ફી લેવી જાેઇએ નહીં જેણે પણ વિદ્યાર્થીઓ પાસેથી ટયુશન ફી સિવાયની કોઇ પણ ફી મેળવી છે તેને આગામી મહિનાઓમાં એડજસ્ટ કરવાની રહેશે દિલ્હી સરકારે ખાનગી શાળાઓ દ્વારા શાળાઓ બંધ કરવામાં આવ્યા પછી માતા પિતા દ્વારા અન્ય વિવિધ ફીની વસુલાત અંગે ફરિયાદો મળી હતી ડીઓઇએ વધારાની ફી વસુલતી શાળાઓને આ ફી તાકિદે પરત કરવા જણાવ્યું હતું આ સાથે તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે કે જાે કોઇ વિદ્યાર્થી વાલી નબળી આર્થિક સ્થિતિને કારણે ફી ચુકવવામાં અસમર્થ હોય તો તેમને આઇડી અને પાસવર્ડ આપવાથી નકારી ન શકાય આદેશનનો ભંગ કરનારા શાળાઓ સામે કાર્યવાહી થશે.HS