Western Times News

Gujarati News

દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના ૬ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના છ નવા કેસ નોંધાયા છે. આ વર્ષે ૫ માર્ચ સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના ૪૨ કેસ નોંધાયા હતા. સોમવારે જાહેર કરાયેલ મચ્છરજન્ય રોગો અંગેના નાગરિક અહેવાલ મુજબ, આ વર્ષે ૧૨ માર્ચ સુધીમાં કુલ ૪૮ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

રિપોર્ટ અનુસાર, ૧ જાન્યુઆરીથી ૧૨ માર્ચના સમયગાળામાં ગયા વર્ષે પાંચ, ૨૦૨૦માં છ, ૨૦૧૯માં ત્રણ, જ્યારે ૨૦૧૮માં નવ અને ૨૦૧૭માં આઠ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગોના કેસો સામાન્ય રીતે જુલાઈ અને નવેમ્બરની વચ્ચે નોંધાય છે પરંતુ આ સમયગાળો ડિસેમ્બરના મધ્ય સુધી લંબાઈ શકે છે.

ગયા વર્ષે ડેન્ગ્યુના ૯,૬૧૩ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૫ પછી એક વર્ષમાં ૨૩ મૃત્યુનો રાજધાનીમાં સૌથી વધુ રેકોર્ડ છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ પહેલાના વર્ષોમાં, ડેન્ગ્યુના કુલ કેસ ૪૪૩૧ (૨૦૧૬), ૪૭૨૬ (૨૦૧૭), ૨૭૯૮ (૨૦૧૮), ૨૦૩૬ (૨૦૧૯) અને ૧૦૭૨ (૨૦૨૦) નોંધાયા હતા.

૨૦૧૫માં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યા ઓક્ટોબરમાં જ ૧૦,૬૦૦ને વટાવી ગઈ હતી, જે ૧૯૯૬ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં મચ્છરજન્ય રોગનો સૌથી ખરાબ પ્રકોપ હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૦૨૧ માં ડેન્ગ્યુથી મૃત્યુઆંક ૨૦૧૬ પછી સૌથી વધુ હતો. જ્યારે સત્તાવાર રીતે મૃત્યુઆંક ૧૦ હતો. દિલ્હીમાં ૨૦૧૯માં બે ડેન્ગ્યુ, ૨૦૧૮માં ચાર અને ૨૦૧૭ અને ૨૦૧૬માં ૧૦-૧૦ મોત નોંધાયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.