Western Times News

Gujarati News

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ મોત થઇ નથી

નવીદિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે,કોરોના મામલે દેશની રાજધાની દિલ્હી માટે રાહતના સમાચાર છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ -૧૯ ને કારણે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ ૨ માર્ચ પછી પહેલીવાર બન્યું છે, જ્યારે દિલ્હીમાં એક પણ મૃત્યુ નોંધાયુ નથી. કોરોનાના નવા કેસની વાત કરીએ તો આ દરમિયાન ૫૧ નવા કેસ નોંધાયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ આ વર્ષે ઘટીને ૫૯૨ થઈ ગઈ છે. આ સાથે રિકવરી દર ૯૮.૨૧%, મૃત્યુ દર ૧.૭૪%, સકારાત્મકતા દર – ૦.૦૭% સુધી પહોંચી ગયો છે.

આખા દેશની વાત કરીએ તો ભારતમાં કોરોનાના ૪૧,૧૫૭ નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૩,૧૧,૦૬,૦૬૫ થઈ છે.એક જ દિવસમાં કોરોનાને કારણે ૫૧૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ મૃત્યુઆંક વધીને ૪,૧૩,૬૦૯ પર પહોંચી ગયો. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને ૪,૨૨,૬૬૦ થઈ છે જે ચેપના કુલ કેસોમાં ૧.૩૬ ટકા છે.ઉલ્લેખનીય છે કે કોરોના કેસમામ નોધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. હાલ સ્થિતિ કોરોના મામલે સારી છ અને સરકારે વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.