દિલ્હીમાં ટ્રી ટાંસપ્લાંટેશન પોલીસ અને સ્મોગ ટાવરને મંજુરી
નવીદિલ્હી, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની કેબિનેટે પર્યાવરણ અને વૃક્ષોની રક્ષા માટે એક મોટું પગલુ ઉઠાવતા આજે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. કેબિનેટે ટ્રી ટ્રાંસપ્લાંટેશન પોલીસ અને સ્મોગ ટાવર લગાવવાની મંજુરી આપી દીધી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે દિલ્હી કેબિનેટે ટ્રી ટ્રાંસપ્લાંટેશન પોલીસી પાસ કરી છે જેમાં અમે કહ્યું કે અનિવાર્ય રીતે એક વૃક્ષ કાપવા પર ૧૦ વૃક્ષ તો લગાવવાના જ છે આ સાથે જ તમારે વૃક્ષ કાપવાના જ નથી પરંતુ તેને બીજી જગ્યાએ શિફટ કરવા પડશે આજડે અમારી પાસે એવી ટેકનીક છે કે અમે તે વૃક્ષને ઉઠાવી બીજી જગ્યાએ ટ્રાંસપ્લાંટ કરી શકીએ છીએ.
તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૮૦ ટકા વૃક્ષ કયાંય પણ કોઇ પણ પ્રોજેકટમાં ટ્રાંસપ્લાંટ કરવી પડશે જે વૃક્ષ ટ્રાંસપ્લાંટ કરવામાં આવ્યો છે તેના ૮૦ ટકા ઓછામાં ઓછા જીવિત હોવા જાેઇએ જે પણ એજન્સીસરકારથી પરમિશન લેશે તેને આ સુનિશ્ચિત કરવું પડશે જે પણ વિભાગ કેન્દ્ર સરકારને દિલ્હી સરકાર તેની એક પેનલ બનાવીશે જે પણ વિભાગ કેન્દ્ર સરકારના દિલ્હી સરકારનો જે પેડ ટ્રાંસપ્લાંટ કરવી જાેઇએ તે પેનલમાં સામેલ કંપનીઓથી આ કરાવી શકે છે. ટ્રાંસપ્લાંટ કરનારી કંપનીને એક સાથે વળતર મળશે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ વૃક્ષ જીવીત હોય પરંતુ જાે વૃક્ષ સુકાઇ જાય તો તેના પૈસા કપાશે આ ઉપરાંત અલગથી ટ્રી ટ્રાંસપ્લાંટ અલગ સેલ બનાવવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે વાયુ પ્રદુષણનો સામનો કરવા માટે દિલ્હીમાં સ્મોગ ટાવર લગાવવામાં આવશે આ દુનિયાનો બીજાે સ્મોગ ટાવર હશે પહેલો સ્મોગ ટાવર ચાઇનામાં છે. દિલ્હીમાં બે સ્મોગ ટાવર લગાવવામાં આવી રહ્યાં છે આનંદ વિહારમાં કેન્દ્ર સરકાર અહીં ટાવર લગાવી રહી છે જયારે બીજી ટાવર દિલ્હી સરકાર કનોટ પ્લેસમાં લગાવી રહી છે તેમણે કહ્યું કે ૧૦ મહીનાની અંદર આ ટાવર બની તૈયાર થઇ જશે તેના માટે ૧૯ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે જાે આ પ્રયોગ સફળ રહ્યો તો દિલ્હીમાં આ ટાવર લગાવામાં આવશે.HS