દિલ્હીમાં ઠંડીનો 119 વર્ષ જુનો રેકોર્ડ તુટ્યો
નવી દિલ્હી, દિલ્હીમાં ઠંડીનાં તમામ રેકોર્ડ ધ્વસ્ત થઇ રહ્યા છે,સોમવારે સવારે રાજધાની દિલ્હી ગાઢ ધુમ્મસની ઝપટમાં રહી,આ દરમિયાન દ્રશ્યતા ખુબ જ ઓછી રહી. રાજધાનમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું જે આ મોસમમાં સરેરાસ તાપમાન કરતા ચાર ડિગ્રી ઓછું હતું, હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વિતેલા 119 વર્ષમાં આજ સૌથી ઠંડો દિવસ રેકોર્ડ થવાની સંભાવના છે.
ભારત હવામાન વિભાગ (IMD)એ એક નિવેદન જારી કરી કહ્યું છે કે ‘દિલ્હીમાં છેલ્લા 119 વર્ષોમાં આ જ ડિસેમ્બર મહીનામાં સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવના છે. કેમ કે બપોરે 2.30 વાગ્યે આજ દિવસમાં વર્ષ 1901 બાદ સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવનાં છે, રાજધાની વિસ્તારમાં મંગળવારે પણ આ જ રીતે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.
રાજધાનીમાં શનિવાર,28 ડિસેમ્બર મોસમનો સૌથી ઠંડો દિવસ તરીકે નોંધાયો,જ્યારે લઘુત્તમ તાપમાન તાપમાન સવારે 2.4 ડિગ્રી સેલ્સીયસે પહોચી ગયું. રવિવારે દિલ્હીનાં વિવિધ સ્થાનો પર તાપમાન અલગ-અલગ નોંધાયું,આયાનગરમાં આ 2.5 ડિગ્રી,લોધી રોડમાં 2.8 ડિગ્રી,પાલમમાં 3.2 ડિગ્રી અને લફદરજંગમાં 3.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું .