Western Times News

Gujarati News

દિલ્હીમાં ડીટીસીની બસો હવે એક જ લેનમાં ચાલશે,ઉલ્લંઘન પર ૧૦ હજારનો દંડ

નવીદિલ્હી, સામાન્ય રીતે લોકોને રાજધાની દિલ્હીમાં ડીટીસી બસો સામે અનેક ફરિયાદો હોય છે, તેમાંના મોટાભાગના લોકો આ બસોથી પરેશાન છે, કાર સાથે રસ્તા પર સાથે બસો દોડી રહી છે. કારણ કે ઘણા ડ્રાઇવરો બસને વચ્ચે લાવીને ટ્રાફિક વધારવાનું કામ કરે છે. પરંતુ હવે ડીટીસી અને મોટા વાહનો ચલાવતા ડ્રાઈવરો આ કરી શકશે નહીં. કારણ કે દિલ્હીમાં આમ કરવાથી હવે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અને જેલ પણ થઈ શકે છે.

૧ એપ્રિલથી આ નિયમ દિલ્હી સરકારના પરિવહન વિભાગ તરફથી ૧૫ રસ્તાઓ પર લાગુ થશે. આ રસ્તાઓ પર બસો અને ટ્રકોએ પોતાની લેનમાં જ ચાલવું પડશે. જાે વાહન લેનમાંથી બહાર નીકળશે તો ચાલકને દંડ કરવામાં આવશે. આવા ડ્રાઈવરો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૨-છ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જેમાં ૧૦ હજાર રૂપિયાનો દંડ અને ૬ મહિના સુધીની કેદ થઈ શકે છે. આ નિયમ સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી લાગુ રહેશે.

આ નિયમ દિલ્હીમાં કુલ ૪૬ જગ્યાએ લાગૂ થવાનો છે, પરંતુ પ્રથમ તબક્કામાં હાલ ૧૫ રસ્તાઓ પર તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં મહેરૌલી-બદરપુર રોડમાં અનુવ્રત માર્ગ ટી-પોઈન્ટથી બ્રિજ પ્રહલાદપુર ટી-પોઈન્ટ સુધી, આશ્રમ ચોકથી બાદરપુર બોર્ડર, જનકપુરીથી મધુબન ચોક, મોતી નગરથી દ્વારકા મોર, બ્રિટાનિયા ચોકથી ધૌલા કુઆન, કાશ્મીરી ગેટથી અપ્સરા બોર્ડર, સહી. ભોપુરા બોર્ડર, જહાંગીરપુરી મેટ્રો સ્ટેશનથી આઇએસબીટી કાશ્મીરી ગેટ અને આઇટીઓથી આંબેડકર નગર સુધીનો બ્રિજ સામેલ છે.

દિલ્હી સરકારના આ ર્નિણય અંગે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે, દિલ્હીના રસ્તાઓને સુરક્ષિત બનાવવા માટે કેજરીવાલ સરકાર બસ લેન એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ શરૂ કરી રહી છે. આ માટે ડીટીસી અને ક્લસ્ટર બસોને સૂચના આપવામાં આવી છે. પીડબલ્યુડીને બસ લેન અને પોલીસ ટીમોને પણ માર્કિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.