દિલ્હીમાં દારૂનાં ઢેકા બહાર લોકોની લાંબી લાઈન લાગી
નવીદિલ્હી: દિલ્હીમાં લોકડાઉનની ઘોષણા થતાં જ લોકોએ દારૂની દુકાનો બહાર લાંબી લાઈન લગાવવાની શરૂ કરી દીધુ હતી.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક જાહેરાત થતા લોકોએ દારૂની દુકાનો પર ભારે ભીડ ઉભી કરી દીધી. લોકો એક-એક પેટી દારૂ અને બીયરની બોટલો ખરીદી રહ્યા હતાં.મોડી સાંજ સુધી લોકોની ભીડ દારૂની દુકાનો પર જાેવા મળી હતી કેટલીક દુકાનોમાં તો દારૂ પણ ખુટી પડયો હતો અને બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતાં કે દારૂનો સ્ટોક સમાપ્ત થઇ ગયો છે.
આ હાલત માત્ર અહીંની જ નહીં, પરંતુ દરિયાગંજ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ આ જ સ્થિતિ જાેવા મળી હતી. દારૂનાં ઢેકા બહાર મોટી સંખ્યામાં ભીડ સતત વધી રહી હતી અને દારૂની દુકાનોની બહાર અનેક જગ્યાએ લાંબી કતારો જાેવા મળી રહી હતી. કેટલાક સ્ટોર્સમાં, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોની ધજ્જીયા ઉડાવતા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ દૃશ્ય પહેલા જેવા જ હતાં જ્યારે છેલ્લી વખત લોકડાઉન પછી દારૂની દુકાનો ખોલવામાં આવી હતી.
દિલ્હીમાં આ પહેલા રાજ્ય સરકારે વીકેન્ડ લોકડાઉનનું એલાન કર્યુ હતુ, પરંતુ હવે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયાનાં લોકડાઉનનો અમલ આજથી કરવામાં આવ્યો છે અને સોમવારે રાત્રે ૧૦ થી સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. દિલ્હીમાં લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકોને જ છૂટ મળશે. વળી, ફક્ત તબીબી, ફળો, શાકભાજી, દૂધની ડેરી અથવા કરિયાણાની વસ્તુઓથી સંબંધિત દુકાનો ખોલવામાં આવશે. આ જ કારણ છે કે દિલ્હીનાં ઘણા બજારોમાં ડરનાં કારણે લોકોની ભારે ભીડે ખરીદી શરૂ કરી દીધી હતી