દિલ્હીમાં દિવાળી પર આ વર્ષે પણ ફટાકડા નહિ ફોડી શકાય

નવીદિલ્હી, કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્લીમાં વધતા પ્રદૂષણને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે(બુધવારે) મોટુ એલાન કર્યુ. સીએમ કેજરીવાલે ટિ્વટ કરીને કહ્યુ કે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન દિલ્લીમાં પ્રદૂષણની સ્થિતિને જાેતા બધા પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ રહેશે. દેશમાં તહેવારોની ધૂમ છે અને લોકો ૪ નવેમ્બરે દિવાળીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં પ્રદૂષણને લઈને કેજરીવાલ સરકારે ઘણા કડક પગલાં લીધા છે જેમાંથી એક ફટાકડા પર પ્રતિબંધ લગાવવાનુ શામેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળી પર ફટાકડાના વેચાણ, ઉપયોગ અને સ્ટોર પર પ્રતિબંધ છે. આ વર્ષે પણ ફટાકડાના બેનને યથાવત રાખવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આની માહિતી આપી.
તેમણે કહ્યુ, ‘છેલ્લા ૩ વર્ષથી દિવાળીને સમયે પ્રદૂષણની ખતરનાક સ્થિતિને જાેતા ગયા વર્ષની જેમ આ વખતે પણ દરેક પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. જેનાથી લોકોની જિંદગી બચાવી શકાય.’ સીએમ કેજરીવાલે અન્ય ટિ્વટમાં લખ્યુ કે, ‘ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડાના ભંડારણ પછી પ્રદૂષણની ગંભીરતાને જાેતા વિલંબથી પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો જેનાથી વેપારીઓને નુકશાન થયુ હતુ. બધા વેપારીઓને અપીલ છે કે આ વખતે પૂર્ણ પ્રતિબંધને જાેતા કોઈ પણ પ્રકારનુ ભંડારણ ન કરે.’HS