Western Times News

Gujarati News

દિલ્હીમાં દેશની સૌથી મોટી ડ્રગ્સ સિન્ડિકેટ પકડાઈ, ૩૫૦૦ કરોડનુ ડ્રગ્સ જપ્ત

પ્રતિકાત્મક

નવીદિલ્હી: દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે.દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા આંખો ફાટી જાય તેટલી કિંમતનુ ડ્રગ પકડવામાં આવ્યુ છે.

સ્પેશિયલ સેલ દ્વારા લગભગ ૩૫૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની કિંમત અઢી હજાર કરોડ રુપિયા થવા જાય છે.પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.આ પૈકી ૩ આરોપીઓને હરિયાણાથી અને એકને દિલ્હીમાંથી પકડવામાં આવ્યો છે.

જાેકે આ ડ્રગ્સ સિન્ડિકેટમાં બીજા લોકો પણ સામેલ હોવાની આશંકા પોલીસને છે અને આ મામલામાં બીજા લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે.ભારતમાં ડ્રગ્સનુ દુષણ વધી ગયુ છે.જેના પગલે ડ્રગ્સ માફિયાઓ પણ અલગ અલગ બોર્ડરથી ડ્રગ્સને ભારતમાં ઘૂસાડી રહ્યા છે.તાજેતરમાં નવી મુંબઈના બંદર પરથી કસ્ટમ વિભાગને ડ્‌ર્ગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પંજાબમાંથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહી છે.જાેકે દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.આ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ અને કેવી રીતે વેચવામાં આવતુ હતુ તેની તપાસ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.