દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ હટાવાયો, ૧ એપ્રિલથી શાળાઓ ખોલવામાં આવશે
નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં પ્રતિબંધોને વધુ હળવા કરવાને લઈને આજે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોવિડની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ હતી. શુક્રવારે દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો છે. આ ર્નિણય બાદ હવે દિલ્હીના લોકો મોડી રાત સુધી રેસ્ટોરાં અને દુકાનો ખોલી શકશે.
નાઇટ કર્ફ્યુ હટાવવા ઉપરાંત દિલ્હીમાં ઘણા નિયંત્રણોમાં છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, “સ્થિતિ સુધરી રહી હોવાથી ડ્ઢડ્ઢસ્છ તમામ પ્રતિબંધો હટાવી રહ્યું છે અને નોકરીઓ છીનવાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ૧લી એપ્રિલથી શાળાઓ સંપૂર્ણ રીતે ઑફલાઇન કામ કરશે. માસ્ક ન પહેરવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ થશે. કોરોનાને પગલાં નિયમોનું પાલન કરતાં રહીએ. સરકાર કડક નજર રાખશે.
નોંધનીય છે કે, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૬ નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણને કારણે ૬ લોકોના મોત થયા હતા. હાલમાં દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા ૨,૨૭૬ છે.HS