દિલ્હીમાં પહેલી વાર પેટ્રોલનો ભાવ ૧૦૦ રુપિયાને પાર

Files Photo
નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધારો થયો છે. સાર્વજનિક વિસ્તારમાં પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસ પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૨૩ પૈસા પ્રતિ લીટર વધારો છે. આની સાથે દેશમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રુપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાં હવે એક લીટર પેટ્રોલ માટે ૧૦૦.૨૧ રુપિયા ચુકવવા પડશે. ત્યારે ડીઝલ ૮૯.૫૩ રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. રાજધાની દિલ્હીની પહેલા ભોપાલ અને રાજસ્થાન સહિત મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને પૂણેમાં પહેલાથી પેટ્રોલની કિંમત ૧૦૦ રુપિયા પ્રતિ લીટર પાર છે.
આજે ૭ જુલાઈ ૨૦૨૧એ પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાયા બાદ જાેઇએ તો દિલ્હી – પેટ્રોલ ૧૦૦.૨૧ રુપિયા અને ડીઝલ ૮૯.૫૩ રુપિયા પ્રતિ લીટર, મુંબઈ – પેટ્રોલ ૧૦૬.૨૭ રુપિયા અને ડીઝલ ૯૭.૦૮ રુપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ – પેટ્રોલ ૧૦૧.૧ રુપિયા અને ડીઝલ ૯૪.૦૮ રુપિયા પ્રતિ લીટર,કોલકત્તા – પેટ્રોલ ૧૦૦.૧૯ રુપિયા અને ડીઝલ ૯૨.૪૪ રુપિયા પ્રતિ લીટર, જયપુર – પેટ્રોલ ૧૦૬.૯૯ રુપિયા અને ડીઝલ ૯૮.૬૪ રુપિયા પ્રતિ લીટર, લખનૌ -પેટ્રોલ ૯૭.૩૪ રુપિયા અને ડીઝલ ૮૯.૯૨ રુપિયા પ્રતિ લીટર, પટના – પેટ્રોલ ૧૦૨.૩૬ રુપિયા અને ડીઝલ ૯૪.૯૩ રુપિયા પ્રતિ લીટર, નોયડા – પેટ્રોલ ૯૭.૪૫ રુપિયા અને ડીઝલ ૯૦.૦૦ રુપિયા પ્રતિ લીટર
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે ૬ વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જાેડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જાેડાઈ જાય છે.