દિલ્હીમાં પૂરમાં ડૂબી ગયેલા પરિવારોને ૧૦ લાખનું વળતર મળશે
નવીદિલ્હી,દિલ્હી સરકાર શુક્રવારે શહેરમાં ભારે વરસાદને કારણે ડૂબી ગયેલા લોકોના પરિવારોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપશે. મહેસૂલ વિભાગ સાથેના સત્તાવાર સંચારમાં મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે ૨૮ જૂને અતિશય વરસાદને પગલે ડૂબી જવાને કારણે ‘ઘણા મૃત્યુ’ નોંધાયા છે. આતિશીએ આદેશમાં જણાવ્યું હતું કે, “એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.” દિલ્હીમાં પોલીસની મદદથી જીવ ગુમાવનારા લોકોની ઓળખ કરવા અને તેમને દિલ્હી સરકાર વતી તાત્કાલિક વળતર આપવા સૂચના આપવામાં આવી છે.
આતિશીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “દિલ્હીમાં ૨૮ જૂનના રોજ ૨૪ કલાકમાં ૨૨૮ મીમી વરસાદ બાદ કેટલાક મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સૂચના આપવામાં આવી છે કે વળતરની રકમ પીડિત પરિવારો સુધી ઝડપથી પહોંચે, તમને જણાવી દઈએ કે દિલ્હીમાં વરસાદ અને ત્યારબાદ પાણી ભરાવાને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે ઓખલા અંડરપાસને પણ બંધ કરી દીધો છે. અહીંથી વાહનવ્યવહાર પર પ્રતિબંધ છે.
ખરેખર, શનિવારે અંડરપાસમાં ડૂબી જવાથી ૬૦ વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું.વ્યક્તિના મોત બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવાર અને શનિવારે ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસે ‘એકસ’ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “પાણી ભરાવાને કારણે, ઓખલા અંડરપાસ પર ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
” કૃપા કરીને તમારી મુસાફરીનું આયોજન કરતી વખતે આ ધ્યાનમાં રાખો.” અંડરપાસ બંધ થવાને કારણે મુસાફરોની મુશ્કેલીઓ વધી છે અને મુસાફરીનો સમય પણ વધુ લાગી રહ્યો છે. સોનુ ગુપ્તા નામના વ્યક્તિએ કહ્યું, “હું છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પર મુસાફરી કરી રહ્યો છું, પરંતુ અહીં ક્યારેય પાણી ભરાતા જોયા નથી.