દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય મંંત્રીના હાથમાંથી મોબાઈલની ચિલઝડપ
નવીદિલ્હી, દિલ્હીમાં આમજન તો ઠીક પૂર્વ કેન્દ્રીય મંત્રી દરજ્જાની વ્યક્તિ પણ ચિલઝડપનો ભોગ બની છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા વિજય ગોયલ દિલ્હીની લીડવાળા વિસ્તાર જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન ગેટ નં.ચાર પાસે હતા ત્યારે એક પગપાળા આવેલ શખ્સ તેમના હાથમાંથી મોબાઈલ આંચકી પલાયન થઇ ગયો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રીના હાથમાંથી મોબાઈલની ચિલઝડપની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ ધંધો લાગી ગઇ હતી અને ચિલઝડપ કરનાર શખ્સને દબોચી લેવા પોલીસની અનેક ટીમો કામે લાગી ગઇ છે અને ખુદ ડીએસપી સમગ્ર મામલા પર નજર રાખી ગયા છે. ગોયલ કારમાં ફોનમાં વાત કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે મોબાઈલની ચિલઝડપ કરી હતી.HS