Western Times News

Gujarati News

દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે

નવીદિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી છે. ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૧૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૬.૮૭ રૂપિયા પ્રતિ લીટર છે. મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ સૌથી સસ્તું અને મુંબઈમાં સૌથી મોંઘું મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહી છે. કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્યોની સરકારે પણ વેટના દરો ઓછા કરતા લોકોને ભાવ વધારામાંથી રાહત મળી છે.

મુંબઈમાં સીએનજી અને પીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ મુંબઈમાં હવે સીએનજીની નવી કિંમત ૬૫.૩૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. જ્યારે મુંબઈમાં પીએનજીની કિંમત ૩૮ રૂપિયા પ્રતિ યૂનિટ થઈ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર વિસ્તારમાં છેલ્લા ૧૧ મહિનામાં સીએનજીની કિંમતમાં ૧૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ક્ષેત્રના આઠ લાખ લોકો પર પડશે.

ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલની કિંમત એક શહેરથી બીજા શહેરમાં અલગ અલગ હોય છે. હાલ વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘું ૧૧૨ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ ૮૨.૯૬ રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.

ડીઝલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં ૭૭.૧૩ રૂપિયા પ્રતિ લીટર જ્યારે શ્રીગંગાનગરમાં ૯૫.૨૬ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. આ ઉપરાંત નોઇડાની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલ સસ્તું મળી રહ્યું છે.

દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત જાેઇએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૪૧ રૂપિયા અને ડીઝલ ૮૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર છે.મુંબઇ પેટ્રોલની કિંમત ૧૦૯.૯૮ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૪ રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ૧૦૧.૪૦ રૂપિયા અને ડીઝલ ૯૧.૪૩ રૂપિયા પ્રતિ લીટર છે.કોલકતા પેટ્રોલની કિંમત ૧૦૪.૬૭ રૂપિયા અને ડીઝલ ૮૯.૭૯ રૂપિયા પ્રતિ લીટર છે.લખનૌમાં પેટ્રોલની કિંમત ૯૫.૨૮ રૂપિયા અને ડીઝલ ૮૬.૮૦ રૂપિયા પ્રતિ લીટર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.