દિલ્હીમાં પ્રદુષણ નિયંત્રણ નિયમો તોડશો તો લાખો ચૂકવવા પડશે

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ મામલે દિલ્હી પ્રદૂષણ કંટ્રોલ કમિટીએ આકરા પગલા લેવાનો ર્નિણય કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ કંટ્રોલ કમિટીએ રકમમાં સંશોધનનની જાહેરાત કરી છે. નવા સંશોધન બાદ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા કોઈપણ માધ્યમ પર એક લાખ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ કરવામા આવી છે.
આ સાથે જનરેટર સેટના ધ્વનિ પ્રદૂષણ અંગે કાર્યવાહી કરવાના આદેશ પણ કરાયા છે. આ ઉપરાંત હવે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર સાધનો પણ જપ્ત કરવામા આવશે. નક્કી સમય મર્યાદા બાદ ફટાકડા ફોડનારને હવે ૧ હજારને બદલે ૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામા આવશે.
રેલી, લગ્ન સમારોહ કે ધાર્મિક ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવાના નિયમોનો ભંગ થાય તો રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તારમાં આયોજક પર ૧૦ હજારનો અને સાયલન્ટ ઝોન હોય તો આયોજક પર ૨૦ હજારનો દંડ ફટકારવાની જાેગવાઈ કરવામા આવી છે. નિયમોનો ફરીવાર ભંગ કરવા પર ૪૦ હજારનો દંડ ફટકારવાની જાેગવાઈ કરવામા આવી છે. ૨ થી વધુ વખત નિયમોના ભંગ બાદ ૧ લાખ સુધીના દંડની જાેગવાઈ ઉપરાંત વિસ્તારને સીલ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવી શકે છે.