દિલ્હીમાં પ્રદૂષણથી હેલ્થ ઈમરજન્સી જાહેર : સ્કુલોમાં રજા
નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને એનસીઆરમાં એર ક્વાલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તર પર પહોંચી જતા હેલ્થ ઇમરજન્સીની જાહેરાત કરવામા ંઆવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એજન્સીએ ગેસ ચેમ્બર જેવી સ્થિતિ ગંભીર નોંધ લઇને પબ્લિક હેલ્થ ઇમરજન્સીની જાહેરાત કરી છે. પર્યાવરણ પ્રદુષણ નિયંત્રણ સત્તા (ઇપીસીએ) દ્વારા પ્રદુષણ પર અંકુશ મુકવાના હેતુથી પાંચમી નવેમ્બર સુધી દિલ્હી-એનસીઆરમાં નિર્માણ કાર્ય પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
જા કે આ પ્રતિબંધ માત્ર સાંજે છ વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધી અમલી રહેશે. પ્રદુષણના કારણે દિલ્હીની તમામ સ્કુલોમાં પાંચમી નવેમ્બર સુધી રજા જાહેર કરી દેવામાં આવતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. દિલ્હીમાં પ્રદુષણના સ્તરનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે તે ભારતના સૌથી પ્રદુષિત શહેરોની યાદીમાં સામેલ છે. સાથે સાથે દુનિયાના સૌથી પ્રદુષિત શહેર તરીકે છે.
હવે પર્યાવરણ પ્રદુષણ નિયંત્રણ સત્તા દ્વારા દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને અન્યોના મૂખ્ય સચિવોને પત્ર લખીને જરૂરી પગલા લેવા માટેના આદેશ જારી કરી દીધા છે. ઇપીસીએના ચેરમેન ભુરેલાલે કહ્યુ છે કે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો છે. સાથે સાથે હવે ખુબ ગંભીર સ્થિતિ થઇ ગઇ છે. અમને આને પબ્લિક હેલ્થ ઇમરજન્સી તરીકે લેવાની જરૂર છે. કારણ કે આની લોકો પર અને ખાસ કરીને બાળકો પર વધારે થઈ રહી છે. સચિવોને કહેવામાં આવ્યું છે કે, સ્થિતિ ગંભીર છે.
તમામ લોકો અંગત દરમિયાનગીરી કરીને આગળ વધે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ પહેલા પણ કહી ચુક્યા છે કે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા, પ્રતિકુળ હવામાનના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે કે, થોડાક દિવસમાં હવામાનમાં સુધાર થશે. આ બાબત મુશ્કેલ છે પરંતુ પગલા જરૂરી બન્યા છે. પ્રદુષણના વધતા સ્તરના કારણે દિલ્હીની સ્કુલોમાં પાંચમી નવેમ્બર સુધી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે, પ્રદુષણનું સ્તર વધવા માટે કેટલાક કારણ રહેલા છે. ભુરેલાલે કહ્યું છે કે, પ્રદુષણને રોકવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
દિલ્હી, ફરિદાબાદ, ગુરુગ્રામ, નોયડા અને ગ્રેટર નોયડામાં પાંચમી નવેમ્બર સુધી નિર્માણ કામને બંધકરી દેવામાં આવ્યા છે. કોલસા અને અન્ય ફ્યુઅલ પર ચાલતા ઉદ્યોગો ફરિદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોયડા, સોનીપત, પાનીપતમાં પાંચમી નવેમ્બર સુધી બંધરાખવામાં આવશે. હાલમાં ખતરનાક અને ઝેરી હવાના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. સાથે સાથે જનજીવન પર હવે પ્રતિકુળ અસર થઇ રહી છે. દિલ્હી અને એનસીઆરમાં હવામાં ઝેર સતત મિક્સ થતા લોકો પરેશાન દેખાઇ રહ્યા છે.
આજે શુક્રવારના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પીએમ ૨.૫નુ સ્તર ૫૦૦ની પાર પહોંચી જતા લોકો ચિંતાતુર દેખાયા હતા. આને ખુબ ગંભીર સ્થિતિ અને ઇમરજન્સીની સ્થિતિ તરીકે ગણી શકાય છે. પ્રદુષણના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં વાદળોના રંગ બદલાઇ ગયા છે. ઝેરી હવાના કારણે કેટલીક જગ્યાએ તો ઓફિસમાં ટાઇમિંગ બદલી નાંખવાની ફરજ પડી છે. સ્કુલોમાં પણ વિદ્યાર્થીઓની હાજરી ઓછી દેખાઇ રહી છે. દરમિયાન ડબલ્યુએચઓના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં ચિત્ર ગંભીર અને ચિંતાજનક રીતે ઉભરી રહ્યુ છે.
અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રદુષણના કારણે અમારી લાઇફના ૧૦ વર્ષ ઓછા થઇ રહ્યા છે. દિલ્હીમાં હાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૨૫ છે. જે ખતરનાક સ્થિતિ નો સંકેત આપે છે. આવી જ રીતે નોઇડામાં એક્યુઆઇ ૫૪૦ છે. જે ખુબ જ ખતરનાક સ્થિતિનો સંકેત આપે છે. ગુરૂગ્રામ, ગાજિયાબાદ અને પુણેમાં હાલત કફોડી બની ગઇ છે.
અત્રે નોંધનીય છે કે ૦-૫૦ સુધીના એક્યુઆઇને સારીસ્થિતિ તરીકે ગણવામાં આવે છે. ૫૧-૧૦૦ સુધી તેને સંતોષજનક સપાટી ગણવામાં આવે છે. ૧૦૧-૨૦૦ મધ્યમ તરીકે હોય છે. ૨૦૧-૩૦૦ ખરાબ,, ૩૦૧-૪૦૦ સુધીની સપાટી ખુબ ખરાબ તરીકે ગણવામાં આવે છે. જા હવામાં પ્રદુષણની સપાટી ૫૦૦થી ઉપર છે તો એક્યુઆઇ ખુબ ગંભીર અને ઇમરનજન્સી Âસ્થતી માટે હોય છે. પ્રદુષણના આવા ખતરનાક સ્તર હોવાના સમયમાં મોટી વયના લોકો પાર્કમા જાય તો વધારે અસર થાય છે. ખાસ કરીને બપોરના ગાળામાં પાર્ક જાય છે તો ખુબ ખતરનાક હોઇ શકે છે.