દિલ્હીમાં બેઠેલા કેટલાક મને લોકશાહીના પાઠ ભણાવે છેઃ મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપતા આયુષ્માન ભારત ‘પીએમ-જય સેહત’ યોજના લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યોજનાના બે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી. તેની સાથે જ પીએમ મોદીએ ડીડીસી ચૂંટણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેટલાક લોકો દિલ્હીમાં નિંદા કરે રાખે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહી માટે મત આપ્યો.
ડીડીસી ચૂંટણી પર પીએમ મોદીએ કહ્યું હતું કે હું લોકશાહીને મજબૂત કરવા માટે જમ્મુ-કાશ્મીરના લોકોને પણ અભિનંદન આપું છું. ડીડીસીની ચૂંટણીએ એક નવો અધ્યાય લખ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાના ચહેરા પર મને વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે એક આશા દેખાઇ, ઉમંગ દેખાયો. જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાની આંખોમાં મેં અતીતને પાછળ છોડતા શ્રેષ્ઠ ભવિષ્યનો વિશ્વાસ જાેયો.
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો આજ-કાલ દિલ્હીમાં મોદીની નિંદા કરતાં રહે છે, તેઓ મોદીને લોકતંત્રનો પાઠ ભણાવવામાં રોકાયેલા છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ આ ચૂંટણીઓમાં લોકશાહીના મૂળોને મજબૂત બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના વહીવટ અને સુરક્ષા દળોએ જે રીતે ચૂંટણી યોજી હતી અને આ ચૂંટણીઓ તમામ પક્ષો વતી ખૂબ જ પારદર્શી રહી.
કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોની કથની અને કરનીમાં મોટો તફાવત છે. તેઓ લોકશાહી પ્રત્યે કેટલા ગંભીર છે તેનાથી જ સ્પષ્ટ થાય છે. કેટલાં વર્ષો થયા, પુડુચેરીમાં પંચાયતની ચૂંટણીઓ થવા દેવામાં આવતી નથી.
પીએમ મોદીએ કહ્યું કે તમને આશ્ચર્ય થશે કે સુપ્રીમ કોર્ટે આ આદેશ ૨૦૧૮ માં આપ્યો હતો. પરંતુ ત્યાં જે સરકાર છે તે સતત આ બાબતને ટાળી રહી છે. પુડુચેરીમાં દાયકાઓની રાહ જાેયા બાદ ૨૦૦૬માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીઓમાં ચૂંટાયેલા લોકોનો કાર્યકાળ વર્ષ ૨૦૧૧ માં જ સમાપ્ત થઇ ચૂકયો છે.
આયુષ્માન ભારતનું લોકાર્પણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાનો બીજાે ફાયદો એ થશે કે જેનો વારંવાર ઉલ્લેખ કરવો જરૂર છે. તમારી સારવાર ફક્ત જમ્મુ-કાશ્મીરની સરકારી અને ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ દેશમાં હજારો હોસ્પિટલો આ યોજના હેઠળ જાેડાયેલ છે ત્યાં પણ તમને આ સુવિધા મળશે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં દોઢ કરોડથી વધુ ગરીબોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો છે. આનાથી મુશ્કેલ સમયમાં જમ્મુ-કાશ્મીરના લોકોને ઘણી રાહત મળી છે. અહીં લગભગ ૧ લાખ ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી છે. પીએમ મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી. જમ્મુના રમેશ લાલ એ કહ્યું કે મારા પરિવારના તમામ ૫ સભ્યોનું આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ છે. આ યોજના માટે અમે બધા પીએમ મોદીના આભારી છીએ.
જાે મારી પાસે આ કાર્ડ ના હોત તો કેન્સરની સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ હોત. રમેશ કેન્સરના દર્દી છે. પીએમ મોદીએ કહ્યું આયુષ્માન ભારતે તમારું જીવન આયુષ્માન બનાવી દીધું છે. હું તમને અપીલ કરું છું કે આ યોજના અને તેના ફાયદાઓ વિશે અન્ય લોકોને પણ તમે કહો.SSS