દિલ્હીમાં બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી
નવીદિલ્હી: એક નાની વાતને લઇ કોઇ પોતાના સમગ્ર પરિવારને કેવી રીતે ખતમ કરી શકે છે તેનો એક મોટું ઉદાહરણ દિલ્હીના શકુરપુરમાં સામે આવ્યું છે. એક મહિલાએ પહેલા પોતાના બે બાળકોની હત્યા કરી અને ત્યારબાદ ખુદ પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી રાતમાં જયારે મહિલાનો પતિ નોકરીથી પાછો આવ્યો તો બારીથી ત્રણેયના ઝુલતા શબ જાેઇ તે સ્તબ્ધ થઇ ગયો હતો.
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ચાર માર્ચની રાતે ૧૦.૩૯ કલાકે સુભાષ પ્લેસ પોલીસ સ્ટેશનની એક પીસીઆરને કોલ મળ્યો તેમાં કહેવામાં આવ્યું કે શકુરપુરની રહેવાસી એક ૨૨ વર્ષીય મહિલાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે તેની સાથે તેના બે બાળકો પણ ફાંસી પર ઝુલતા જણાયા છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શબોને પોતાના કબજામાં લીધા હતાં.
પોલીસે કહ્યું કે જે સમયે મહિલાએ ધટનાને પરિણા આપ્યું ત્યારે તેનો પતિ નોકરી પર ગયો હતો જયારે તે નોકરીથી પાછો ફર્યો તો તેણે બારીથી પત્ની અને બંન્ને બાળકોને ફાંસી પર લટકતા જાેયા હતાં આ જાેઇને તે સ્તબ્ધ થઇ ગયો હતો ત્યારબાદ તેણે પડોસીઓની મદદથી અંદરથી બંધ દરવાજાને તોડયો હતો.
પોલીસને શરૂઆતી તપાસમાં જાણવા મળ્યુ છે કે ગુરૂવારની સવારે કચેરી જતા પહેલા પતિ પત્નીમાં ગામ જવાને લઇ ચર્ચા થઇ હતી મહિલા એક મુંડન સંસ્કારમાં બિહારના મધુબની ખાતે પોતાના ગામ જવા માંગતી હતી દંપતિના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતાં પોલીસનું માનવુ છે કે આ વાતને લઇ મહિલાએ આત્મહત્યા કરી હશે જાે કે પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ઘના પાછળનું મુખ્ય કારણ શું છે પોલીસે ત્રણેયના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.