Western Times News

Gujarati News

દિલ્હીમાં ભારે તંગદિલી

અનેક વિસ્તારોમાં ૧૪૪ની કલમ લાગુ : તોફાની તત્વોને પકડી લેવાની કાર્યવાહી શરૂ

નવી દિલ્હી: એનઆરસીના મુદ્દે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી થઈ રહેલા ઉગ્ર દેખાવો બાદ હવે હિંસક સ્વરૂપ કરી લેતા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સશસ્ત્ર  બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તોફાની તત્વોને ઝડપી લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે આજે સવારે પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો થવા લાગતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે દિલ્હીમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલા તોફાનોના કારણે એક હેડકોન્સ્ટેબલ સહિત કુલ ૬ વ્યક્તિના  મૃત્યુ નીપજયા છે જયારે ૬૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે જેમાં ૮ની હાલત ગંભીર છે. દિલ્હીમાં પરિસ્થિતિ  વણસતા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતનો પ્રવાસ ટુકાવી પરત દિલ્હી પહોચી ગયા છે અને આજે ગૃહવિભાગની ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે જેમાં દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  થાળે પડે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.


એનઆરસીના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર દેખાવો કરવામાં આવી રહયા છે આ મુદ્દે સંબંધિત વિભાગો સાથે ચર્ચા વિચારણા પણ થઈ હતી પરંતુ મંત્રણાઓ પડી ભાંગતા કોઈ ઉકેલ આવ્યો ન હતો આ દરમિયાનમાં અચાનક જ ગઈકાલથી આ મુદ્દે બે જૂથો સામસામે આવી ગયા છે દિલ્હીમાં એનઆરસીની તરફેણ અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર દેખાવો થતાં  પરિસ્થિતિ  વણસવા લાગી હતી વિરોધ કરનારાઓ હિંસા પર ઉતરી આવતા ઠેરઠેર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો

જેના પરિણામે વાતાવરણ તંગ બની ગયું હતું ઠેરઠેર હિંસા ભડકી ઉઠતાં અનેક વિસ્તારોના રસ્તા પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા દેખાવકારોએ સંખ્યાબંધ દુકાનોમાં આગ ચાંપી હતી તથા એક પેટ્રોલપંપને પણ સળગાવતા સમગ્ર દિલ્હીમાં ભારે તંગદિલી જાવા મળી હતી. દિલ્હીમાં ગઈકાલે મોડી સાંજથી શરૂ થયેલી હિંસક ઘટનાઓના પગલે પોલીસ અધિકારીઓની જુદી જુદી ટીમો તોફાનોને કાબુમાં લેવા પહોંચી ગઈ હતી પરંતુ હિંસક બનેલા ટોળાઓએ પોલીસ ઉપર પણ જારદાર પથ્થરમારો કર્યો હતો અને ખાનગી ગોળીબાર પણ થયા હતાં તોફાનની આ ઘટનામાં એક હેડ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજયું હતું

જયારે અન્ય પાંચ નાગરિકોના પણ મોત નીપજયા હતાં હિંસક ઘટનાઓના પગલે તાત્કાલિક સશસ્ત્ર  બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો અને દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. બીજીબાજુ ગુજરાતની મુલાકાત ટુકાવી દિલ્હી પરત ફરેલા ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બેઠક બોલાવી છે.

તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને આ માટે તમામ સીસીટીવી કુટેજમાં જાવા મળતા તોફાની તત્વોને પકડી લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે સવારથી પણ દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે.

પોલીસની ટીમ ઉપદ્રવીઓની ઓળખ કરવા માટે ૩૦ વાઈરલ વીડિયો અને ફોટાઓને ખંખેરી રહી છે. આવું કરવાથી ચાર હજારથી વધારે હિંસક લોકો વિશે માહિતી મળશે. દિલ્હી પોલીસની સાઈબર સેલે આ વીડિયો અને તસવીરોને કબ્જામાં લીધી છે. પોલીસ આ માટે બાતમી આપતા તંત્રની મદદ પણ લઈ રહી છે. જેમના વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરશે. ઝ્રછછના વિરોધ અને સમર્થનમાં ભડકાવેલી હિંસામાં ૧૦૦થી વધારે લોકોના નામ છે. જેમાં ઘણા નેતાઓના નામ પણ સામેલ હોવાની વાત ચર્ચાઈ છે. પોલીસને શંકા છે કે જે લોકો નકાબમાં જોવા મળી રહ્યા છે, તે આ હિંસક ઘટનાઓનું કાવતરું ઘડનારાઓના મોટા ચહેરા હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.