દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવન ઠપ, અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ
નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઇ હતી, જાેકે હાલ એટલો વરસાદ પડી રહ્યો છે કે સમગ્ર શહેર અને તેની આસપાસ ભારે પાણી ભરાયા છે જેથી ટ્રાફિક જામ થઇ ગયો હતો. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ મીમી વરસાદ પડયો હતો.
બીજી તરફ મધ્ય પ્રદેશમાં પુરની સિૃથતિમાં સુધારો થઇ રહ્યો છે. જાેકે મધ્ય પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર હજુ પણ રાજ્યમાં ૧૪૦૦૦ લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. અને જેમ જેમ સિૃથતિમાં સુધારો થતો જશે તેમ જનજીવન સામાન્ય થતું જશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયર અને ચંબલ પ્રાંતમાં વિમાનની મદદથી પરિસિૃથતિનો સરવે હાથ ધર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દસકામાં ગ્વોલિયરમાં આ પ્રકારનું પુર ક્યારેય નથી આવ્યું. કેન્દ્ર અને રાજ્યએ મળીને અત્યાર સુધીમાં ૧૫૦૦૦ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સૃથળે ખસેડયા હતા.
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૧૧-૧૨ ઓગસ્ટ દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અતી ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. દરમિયાન મધ્ય પ્રદેશ અને ઇસ્ટ રાજસૃથાનમાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે.