દિલ્હીમાં ભારે વરસાદથી પાણી ભરાયા, તાપમાનમાં ઘટાડો
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં આખી રાત ઝરમર વરસાદથી હવામાન ખુશનુમા થઈ ગયું હતું. આ ઉપરાંત પારો ગબડવાની સાથે ઠંડી વધી ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે યલો એલર્ટ જારી કર્યું છે.
આનાથી સ્પષ્ટ છે કે દિલ્હી – એનસીઆરમાં વરસાદનો દોર જારી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં બનેલા મૌસમની એક સિસ્ટમના ચાલતા દિલ્હીમાં હવામાનમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે ધાન અને કપાસના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
હકિકતમાં દિલ્હી એનસીઆરમાં સવારથી શરુ થયેલા હળવા વરસાદ બપોર થતા સુધીમાં ભારે વરસાદમાં ફેરવાઈ ગયો હતો. આ બાદ રાતે રોકાઈ રોકાઈને વરસાદ પડવાથી રસ્તા પર પાણી ભરાઈ જવાની સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એટલુ જ નહીં રવિવારની સાંજે પણ વરસાદના કારણે રાજધાનીના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવર જવરમાં સમસ્યા આવી હતી..
દિલ્હી ઉપરાંત ગ્રેટર નોઈડા, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિત અનેક વિસ્તારોમાં રાતભર વરસાદ ચાલુ રહેવાથી હવામાન ઠંડુ થઈ ગયું છે. આ દરમિયાન અનેક જગ્યાઓ અંડરપાસમાં પાણી ભરાવાની જાણકારી પણ મળી છે.
હવામાન વિભાગ અનુસાર બે કલાક દરમિયાન સમગ્ર દિલ્હીના નોઈડા, ગ્રેટર નોઈડા સહિત હરિયાણાના ગુરુગ્રામ, ઔરંગાબાદ, પલવલ, ફરીદાબાદ, બલ્લભગઢ, પાનીપત અને સોહાનાના અલગ અલગ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
આનાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. આ સાથે રવિવારથી ન્યૂનતમ તાપમાનમાં ઘટાડાથી રાતે ઠંડી પડવાની શરુ થઈ જશે.હિમાચલ પ્રદેશના અને જિલ્લામાં ભારે વરસાદની સાથે ઉંચાઈ વાળા પહાડો પર બરફ વર્ષા શરુ થઈ ગયા છે. ત્યારે હળવા વરસાદ અને ઝરમર વરસાદથી હરિયાણાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.