દિલ્હીમાં માતા-બે પુત્રીઓએ ઘરને બનાવી દીધું ગેસ ચેમ્બર

નવી દિલ્હી, દિલ્હીના વસંત વિહાર ટ્રિપલ સુસાઈડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેનાથી આપઘાતના ખતરનાક પ્લાનનો પર્દાફાશ થયો છે. તમને જણાવી દઈએ કે વસંત વિહાર વિસ્તારના એક ઘરમાંથી ૩ લોકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે ૮ઃ૫૫ વાગ્યે પોલીસને માહિતી મળી કે વસંત વિહાર સ્થિત વસંત એપાર્ટમેન્ટનો ફ્લેટ નંબર ૨૦૭ અંદરથી બંધ છે અને ઘરના લોકો દરવાજાે ખખડાવ્યો છતાં જવાબ આપી રહ્યા નથી.
સાથે ફોન કોલ્સ પણ રીસીવ કરતા નથી. જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમણે સ્થાનિક લોકોની મદદથી ફ્લેટનો મુખ્ય દરવાજાે કોઈક રીતે ખોલ્યો. દરવાજાે ખોલ્યો તો ખબર પડી કે ઘરમાં ગેસ લીક થવાની ગંધ આવી રહી હતી. ઘરમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે ઘરમાં સગડી સળગી રહી હતી અને ગેસ સિલિન્ડર પણ ખુલ્લો હતો.
શોધખોળ કરવા પર ત્રણ મહિલાઓના મૃતદેહ એક રૂમમાં બેડ પર પડેલા મળી આવ્યા હતા અને નજીકમાં ત્રણ નાની સગડીઓ રાખવામાં આવી હતી.
ઘરમાંથી મળી આવેલી સુસાઈડ નોટ મુજબ માતા અને બંને પુત્રીઓએ આત્મહત્યા કરવા માટે ઘરમાં ગેસ ચેમ્બર બનાવી હતી. તેમણે ઘરને સંપૂર્ણ પેક કરી દીધું. ઘરની બારીઓ પોલીથીનથી ઢંકાયેલી હતી. આ સાથે ઘરની બહારની સ્કાયલાઈટ, વેન્ટિલેશનવાળી બારી પણ પેક કરીને ઘરમાં આગ સળગાવવામાં આવી હતી.
આ સિવાય ઘરનો ગેસ સિલિન્ડર ખોલી નાંખવામાં આવ્યો હતો. આ રીતે માતા-પુત્રીઓએ ઘરમાં ગેસ ચેમ્બર બનાવી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી રહી છે કે આત્મહત્યાના પ્લાનિંગ હેઠળ કોઈ રાસાયણિક પદાર્થ સગડીમાં છોડી દેવામાં આવ્યો હતો, જેથી તેમાંથી નીકળતો ઝેરી ગેસ આખા ઘરમાં ફેલાઈ શકે. જાે કે આ મામલાની તપાસ હજુ ચાલુ છે. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે દિવાલ પર એક ચિઠ્ઠી પણ ચોંટેલી મળી આવી હતી.
જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી તો એક ચિઠ્ઠી મળી આવી, જેમાં લખ્યું હતું – ‘Too much deadly gas’. વધુમાં નોટ પર લખવામાં આવ્યું હતું કે દરવાજાે ખોલ્યા પછી માચિસ અથવા લાઈટર ન સળગાવો, ઘર ખૂબ જ ખતરનાક ઝેરી ગેસથી ભરેલું છે. વાસ્તવમાં આ ચિઠ્ઠી એટલા માટે લખવામાં આવી હતી કે મૃત્યુ પછી જ્યારે પોલીસ અંદર પ્રવેશે ત્યારે કોઈ અકસ્માત ન થાય.
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડીસીપી મનોજ સીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે ત્રણેયના મોત ગૂંગળામણને કારણે થયા છે. મૃતકોની ઓળખ મંજુ અને તેમની પુત્રીઓ અંશિકા અને અંકુ તરીકે થઈ છે. મૃતક વૃદ્ધ મહિલા અને તેની બે પુત્રીઓની ઉંમર આશરે ૩૦ વર્ષની હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મંજુના પતિનું ગયા વર્ષે એપ્રિલમાં કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું અને ત્યારથી પરિવાર ડિપ્રેશનમાં હતો. જેના કારણે ત્રણેયએ સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધી હતી.
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે આત્મહત્યા કરતા પહેલા માતા-પુત્રીઓએ ચિઠ્ઠી લખી હશે જેથી તેમના મૃત્યુ બાદ જ્યારે કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરે ત્યારે ગેસને કારણે કોઈ દુર્ઘટના ન થાય અને કોઈનો જીવ ન જાય. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.ss2kp