દિલ્હીમાં માર્ગ પર રહેતી માતા પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારાયું
નવીદિલ્હી, પાટનગર દિલ્હીમાં એક શર્મસાર કરનારી ઘટના સામે આવી છે પતિ દ્વારા છોડી ગામ આવ્યા બાદ માર્ગ પર રહેનારી માતા પુત્રીની સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે.આ વાતનો ખુલાસો વિસ્તારમાં એક વીડિયોના વાયરસ થયા બાદ થયો હતો.વીડિયો બહાર આવ્યા બાદ પલીસે પીડિતાની ઓળખ કરી અને ત્યારબાદ બે આરોપીઓની ધરપકડ કરી હતી આ સાથે વીડિયો બનાવનારની પણ ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
આરોપીઓની ઓળખ જહાંગીરપુરી નિવાસી સોનુ અને વજીરપુર નિવાસી અમિતના રૂપમાં કરી છએ તાજેતરના દિવસોમાં સોશલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ હતી જેમાં એક યુવકને માર્ગ પર રહેનારી ૩૫ વર્ષની મહિલાને પથ્થરથી મારી નાખવાની ધમકી આી માતા પુત્રીથી દુષ્કર્મ કરતો જાેવામાં આવ્યો હતો આ બાદ પોલીસે તપાસ કરી અને માહિતી લગાવી કે આ ઘટના ભારત નગર વિસ્તારમાં બની છે અને વીડિયો બનાવનાર સુધી પહોંચી તેણે પોતાની બારીમાંથી વીડિયો ઉતારી હતી બાદમાં તેણે આ વીડિયો એક વ્યક્તિને આપ્યો જેણે વાયરલ કર્યો તેના દ્વારા પોલીસ માર્ગ પર રહેારી મહિલા અને તેની પુત્રી સુધી પહોંચી પુછપરછમાં મહિલાની પોતાના પતિથી અનબન ચાલી રહી છે. તેનો પતિ તેને છોડી ગામ ચાલ્યો ગયો છે.
ભાડુ ન હોવાના કારણે મહિલા પોતાની ૧૮ વર્ષની પુત્રીની સાથે માર્ગ પર આવી ગઇ અને કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવતી હતી તે પુત્રીની સાથે પાટા પર સુતી હતી ૨૯ ડિસેમ્બરની રાતે વિસ્તારમાં નશો કરનાર બે યુવકોની મહિલા અને તેની પુત્રી પર નજર પડી અને તે લોકોએ ઘટનાને પરિણામ આપ્યં. પોલીસે વીડીયો દ્વારા આરોપીઓની ઓળખ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી બાદમાં વીડિયો બનાવી બનાવી તેને વાયરલ કરનાર ઋત્વિકની પણ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.HS