દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક આગ લાગી: એકનું મોત
નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના લગભગ બે ડઝન ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી.આ આગમા એક વ્યક્તિનુ મોત થયુ હોવાના અહેવાલો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 4.40 વાગ્યે આ અંગેની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડના 24 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મેટ્રો સ્ટેશનના પિલર નંબર 544 પાસે સ્થિત બિલ્ડીંગમાં આગ લાગી છે, જેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.