Western Times News

Gujarati News

દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન

વૃક્ષ પડતાં ૩ બાળકના મોત

માર્ગાે પર ૨ થી ૩ ફૂટ પાણી ભરાઈ ગયા હોવાથી અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી

નવી દિલ્હી,
દિલ્હીમાં મોડી રાતે અચાનક જ હવામાને પલટી મારતાં બધે જ પાણી પાણી થઈ ગયું. લગભગ ૭૦ થી ૮૦ કિ.મી.ની ઝડપે ધૂળભરી આંધી સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે ૪૦ જેટલી ફ્લાઈટ્‌સ કેન્સલ કે ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય ૧૦૦ જેટલી ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે દક્ષિણ દિલ્હીના જાફરપુર કલાંમાં એક મકાન પર વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થતાં ૩ બાળકો મૃત્યુ પામી ગયા. હજુ પણ ઘણાં લોકો કાટમાળ નીચે દટાયેલાં છે. જ્યારે દિલ્હીના છાવલામાં એક ઘર છત ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. જેમને હેમખેમ બચાવી લેવાયા હતા.

અત્યાર સુધીની માહિતી અનુસાર એરલાઈન્સ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે યાત્રીઓ ફ્લાઈટ્‌સની લેન્ડિંગ કે ટેકઓફ વિશે એરલાઇન્સ પાસેથી જાણકારી મેળવ્યા બાદ જ ભવિષ્યનું પ્લાનિંગ કરે. એરપોર્ટ પહોંચતા પહેલા તેમની ફ્લાઈટ્‌સની સ્થિતિ વિશે જાણકારી મેળવી લે. અનેકના રુટ ડાઈવર્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. માર્ગાે પર ૨ થી ૩ ફૂટ પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી છે. ખાનપુર, ડીએનડી, મોતીબાગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.