Western Times News

Gujarati News

દિલ્હીમાં રાહત કામગીરી કરવા ભાજપનો કાર્યકરોને આદેશ

નવીદિલ્હી: ભાજપના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમોડમાં હતા અને કોરોના ત્રાટકી ગયો. એ પછી હવે ભાજપ ડેમેજકંટ્રોલની સ્થિતિમાં આવી ગયો છે. એમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોરોનાની રાહત શરૃ કરતાં ભાજપને પણ એક્શનમાં આવવું પડયું છે.

ભાજપે બધા જ રાજ્યોના યુનિટ પાસે રીપોર્ટ માગ્યો છે. કેન્દ્રીય નેતાગીરીએ બધા જ રાજ્યોમાં પક્ષે શું કામગીરી કરી તેનો જવાબ માગ્યો છે અને હવે રાજ્યની નેતાગીરી ફાંફાં મારી રહી છે. દિલ્હીમાં તો ભાજપનું યુનિટ ગ્રાઉન્ડ વર્ક કરતું જાેવા મળ્યું જ નથી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નોંધપાત્ર રાહત કામગીરી થઈ રહી છે. સફાળા જાગેલા ભાજપના નેતાઓએ આદેશ આપ્યો છે કે દરેક રાજ્યોમાં પક્ષે જેને મેન્ડેટ આપ્યો હતો એ લોકોએ કોરોના દરમિયાન શું કામગીરી કરી તેની વિગતો મોકલો.

ભાજપના કેન્દ્રીય યુનિટમાંથી આદેશ થયો છે કે સોશિયલ મીડિયામાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ વર્ક કરો. આ આદેશથી દરેક પ્રદેશના નેતાઓ ઘાંઘાં થયા છે. કોંગ્રેસ અને આપના કાર્યકરો-નેતાઓની રાહત કામગીરીએ ભાજપના સોશિયલ મીડિયામાં સક્રિય કાર્યકરો-નેતાઓને દોડતા કરી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.