દિલ્હીમાં લિટર પેટ્રોલનો ભાવ ૯૫.૫૬ રૂ. પહોંચ્યો
મુંબઈ, ભોપાલ, શ્રીગંગાનગર જેવા અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાની ઉપર પહોંચી ચુક્યો છે
નવી દિલ્લી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના લેટેસ્ટ રેટ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક લીટર પેટ્રોલનો ભાવ ૯૫.૫૬ રૂપિયા, તો ડીઝલનો ભાવ ૮૬.૪૭ રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૧.૭૬ રૂપિયે વેચાઈ રહ્યું છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. જેમાં મુખ્યત્વે શ્રીગંગાનગરમાં ૧૦૬.૪૪ રૂપિયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પેટ્રોલ ૧૦૩.૭૧ રૂપિયાન ભાવથી વેચાઈ રહ્યું છે.
તો બીજી તરફ મધ્ય પ્રદેશના જ રીવામાં પેટ્રોલની કિંમત ૧૦૫.૯૩ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.