દિલ્હીમાં વિરોધ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ, ૭ ઘાયલ!

નવીદિલ્હી, નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબને કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે. નિવાસી ડોકટરો દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકઠા થયા હતા અને કેન્દ્ર પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માર્ચ યોજી હતી.
બીજી તરફ જ્યારે પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ તરફ જવા લાગ્યા ત્યારે દિલ્હી પોલીસે તેમને આઇટીઓ પાસે રોક્યા. ત્યારબાદ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. મનીષ સહિત કેટલાકની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવામાં ૭ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશને નીટ પીજી કાઉન્સિલિંગ સમયસર કરાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી વિરોધનું આહ્વાન કર્યું હતું. જેના કારણે હજારો તબીબો શહીદ પાર્ક, આઈટીઓ પાસે એકઠા થયા હતા. આ પછી તે સુપ્રીમ કોર્ટ જવા લાગ્યો, જેના પર પોલીસે તેને રોક્યા. આનાથી ગુસ્સે થઈને ડોક્ટર રસ્તા પર બેસી ગયા હતા. જ્યારે પોલીસકર્મીઓ તેમને હટાવવા આવ્યા ત્યારે ઘર્ષણ થયું હતું. જેમાં ૭ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ સાથે મોટી સંખ્યામાં ડોક્ટરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
બીજી તરફ સરોજિની નગર પોલીસ સ્ટેશનની બહાર લગભગ ૨૫૦૦ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના ઘર તરફ કૂચ કરી રહ્યા હતા. આ સિવાય સાંજે સફદરજંગ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો એકઠા થયા હતા.
થોડીવાર સુત્રોચ્ચાર કર્યા પછી તે ત્યાં બેસી ગયા. તેઓએ કેન્દ્ર સરકાર પાસે વહેલી તકે નીટ પીજી કાઉન્સેલિંગ કરાવવાની માંગણી કરી હતી. જાે કે આ કામગીરીને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો સાથે ઘર્ષણના કિસ્સા વધી રહ્યા છે.
વિરોધ દરમિયાન ડોકટરો સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. તેને તબીબી ઇતિહાસમાં કાળો દિવસ પણ કહેવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ તેમણે જાહેરાત કરી હતી કે આગામી જાહેરાત સુધી રેસિડેન્ટ ડોક્ટરો કામનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.HS