દિલ્હીમાં શાળા-કોલેજાે આગામી આદેશો સુધી બંધ રહેશે, ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ

નવીદિલ્હી, રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણને કારણે શાળા-કોલેજાે બંધ કરવી પડી છે. રાજયમાં પહેલાં કોરોના અને હવે પ્રદુષણે દેશના બાળકોના ભાવિ પર ભારે અસર કરી છે. કેન્દ્રની સરકારી પેનલ આ આદેશ આપ્યો છે. જેમાં કહેવાયું છે કે આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજાે બંધ રહેશે અને બુધવારથી એટલે આજથી જ એનલાઇન શિક્ષણ શરુ થશે.
આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રક સિવાય, તમામ ટ્રકોનો પ્રવેશ ૨૧ નવેમ્બર સુધી દિલ્હીમાં બંધ રહેશે. જાે જરૂરી હોઈ તો જવાબદાર ઓથોરિટીને ખાતરી આપો કે ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો રસ્તા પર ન દોડવા જાેઈએ. નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી થવી જાેઈએ. પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વિના વાહનોને રસ્તા પર ચલાવવાનું બંધ કરવું જાેઈએ.
દિલ્હી રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના લોકો રસ્તા પર તૈયાર રહે, જેથી રસ્તા પરની ભીડને અટકાવી શકાય અને ટ્રાફિકની અવરજવર મુક્ત રીતે થઈ શકે. દિલ્હી સરકારે સુનિશ્ચિત કરવું જાેઈએ કે રસ્તા પર પૂરતી સીએનજી બસો ઉપલબ્ધ છે.
ધુમાડા વગરના વાહનો અને અન્ય વાહનોના પ્રદૂષણ પ્રમાણપત્રની ચકાસણી કરો અને પ્રદૂષણ પ્રમાણપત્ર વિનાના વાહનો પર પ્રતિબંધ લગાવો. પેટ્રોલ પંપ પર પ્રદૂષણ પ્રમાણપત્ર તપાસો, જેથી રસ્તા પર ટ્રાફિક જામ ન થાય. ટ્રાફિક ટાસ્ક ફોર્સ તૈનાત કરો, જેથી ભીડવાળા વિસ્તારોમાં પાર્કિંગમાં કોઈ જામ ન થાય.
રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઇ ગંભીર સ્તરે પહોંચી ગઇ હતી. ૨૪ કલાકનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (છઊૈં) ૪૦૩ નોંધવામાં આવ્યો હતો. જેને પગલે દિલ્હીની કેજરીવાલ સરકારે ઉત્તરીય રાજ્યો સાથે બેઠક દરમિયાન પ્રદુષણ સંકટનો સામનો કરવા માટે દિલ્હી અને એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ નીતિ લાગુ કરવા અને કેટલાક ઉદ્યોગોને બંધ કરવાના પગલા અંગે સૂચનો કર્યા.HS