દિલ્હીમાં સરકારી હોસ્પિટલે નર્સોને મલયાલમ બોલતી અટકાવાઇ
નવીદિલ્હી: દિલ્હીની જીબી(ગોવિંદ વલ્લભ) પંત સરકારી હોસ્પિટલે રવિવારે તેનો એક વિવાદિત ર્નિણય પાછો ખેંચી લીધો. આ આદેશમાં કહ્યું હતું કે હોસ્પિટલમાં નર્સ(નર્સિંગ કર્મચારી) મલયાલમમાં વાત નહીં કરે. તે ફક્ત હિન્દી કે અંગ્રેજીમાં વાત કરી શકે છે.
હોસ્પિટલના ચિકિત્સા નિર્દેશક ડૉ. અનિલ અગ્રવાલે રવિવારે આ આદેશ પાછો ખેંચાયાની માહિતી આપતા કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેના પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે.
અસલમાં હોસ્પિટલના નર્સિંગ અધિકારીએ શનિવારે આ આદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યું કે મોટાભાગના દર્દી અને સહકર્મી મલયાલમ જાણતા નથી. તેનાથી અસુવિધા થાય છે. આદેશમાં એમ પણ કહ્યું હતું કે મલયાલમમાં વાત કરવા પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. મલયાલી નર્સ યુનિયને તેનો વિરોધ કર્યો હતો. તેણે હોસ્પિટલ તંત્રની લેખિતમાં માફીની પણ માગ કરી હતી.
કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી સહિત રાજ્યના અન્ય નેતાઓએ આદેશની આકરી ટીકા કરી છે. રાહુલે કહ્યું કે મલયાલમ પણ ભારતની બીજી ભાષાઓ જેવી છે. ભાષાકીય ભેદભાવ બંધ થવો જાેઇએ. રાજ્યના બે અન્ય કોંગ્રેસી સાંસદો શશિ થરુર અને કે.સી.વેણુગોપાલે પણ કહ્યું કે હોસ્પિટલનો આદેશ પાયાના માનવાધિકારોનું ઉલ્લંઘન છે.