દિલ્હીમાં સેવાનિવૃત નૌસેના અધિકારીની ગોળી મારી હત્યા
નવીદિલ્હી, પશ્ચિમી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં નૌસેનાના ૫૫ વર્ષના એક સેવાનિવૃત અધિકારીને કહેવાતી રીતે એક વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી દીધી હતી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે રાતે દ્વારકાના સેકટર ૨૩માં થઇ મૃતકની ઓળખ નૌૈસેનાના સેવાનિવૃત કર્મચારી બલરાજ દેશવાલના રૂપમાં કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પ્રદીપ ખોકરે ઇમારતની બહાર પોતાની કાર ઉભી રાખી હતી અને પાર્કિગ વિસ્તારમાં ગયા જયાં દેશવાલ પોતાના મિત્રોની સાથે ઉભા હતાં પોલીસ કમિશ્નરે કહ્યું કે ખોકરે દેશવાલની સાથે ચર્ચા કરી હતી અને બાદમાં તેમના પર ગોળી ચલાવી દીધી ગોળી દેશવાલના મોંમાં લાગી અને હોસ્પિટલથી લઇ જવા પર ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા દેશવાલ રિયલ સ્ટેટનું કામ કરે છે અને આરોપીએ તેમને પાંચ લાખ રૂપિયા આપવાના હતાં ડીસીપીએ કહ્યું કે ખોકર ફરાર છે અને પોલીસ તેની શોધ કરી રહી છે.HS