દિલ્હીમાં હવે રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી દારૂની દુકાનો ખુલ્લી રહેશે
નવીદિલ્હી, દારૂનાં શોખીનો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં દારૂની દુકાનો હવે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દિલ્હી સરકારે રાત્રે એક કલાક દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીમાં રાત્રે ૯ વાગ્યા સુધી દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે દિલ્હીમાં ઠેકાઓ ૧૨ કલાક ખુલ્લા રહેશે. આબકારી વિભાગ દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ હવે દિલ્હીમાં દારૂની દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાતનાં ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. પ્રથમ રાત્રે ૯ વાગ્યા સુધી ઠેકા ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જેનો અર્થ છે કે, સરકારે દારૂની દુકાનોને એક કલાકથી વધુ સમય સુધી ખોલવાની મંજૂરી આપી છે. અધિકારીઓનું કહેવું છે કે આ ર્નિણયથી સરકારની આવકમાં વધારો થશે. રાજ્ય સરકાર દિલ્હીમાં દારૂનાં વેચાણથી દર મહિને આશરે ૫૦૦ કરોડ રૂપિયાની આવક મેળવતુ હતુ, પરંતુ લોકડાઉનને કારણે આ આવક બંધ થઈ ગઈ છે. આ પછી, રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને દારૂની દુકાનો ખોલવાની અપીલ કરી હતી. મે મહિનામાં દારૂની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.
દિલ્હીમાં દારૂની દુકાનો શરૂ થયા બાદ રાજ્ય સરકારે મહેસૂલની વસૂલાત માટે દારૂ પર ૭૦ ટકા ટેક્સ લગાવી દીધો હતો. પ્રથમ ૧૫ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. હવે દિલ્હી સરકારે તેની ખોટ પૂરી કરવા માટે ૧૨ કલાક દારૂની દુકાનો ખોલવાનો ર્નિણય કર્યો છે. HS