દિલ્હીમાં હુમલાની ફિરાકમાં આવેલા 3 આતંકવાદી ઝડપાયા
નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISથી પ્રભાવિત ત્રણ શંકમંદોની ધરપકડ કરી છે. આ ત્રણેયને બોમ્બ બનાવવાના સામાન અને IED સાથે અસમના ગોલપાડાથી ઝડપવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે તેઓ દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. આ આતંકીઓ રાસમેલ લોકલ મેલમાં ટેસ્ટ રન તરીકે IED બ્લાસ્ટ કરવાના હતા. આ ટેસ્ટ બાદ તેમનો ટાર્ગેટ દિલ્હી હતો. આરોપીઓ પાસે IED, 1 કિલો વિસ્ફોટર અને 2 ખાસ ચપ્પુ જપ્ત કર્યાં છે. આરોપીઓના નામ મુકદ્દસ ઈસ્લામ, રંજીત અલી અને લુઈસ જમીલ જમાલ છે. જમીલ આધાર સેન્ટરમાં કામ કરતો હતો. દિલ્હીમાં પણ કેટલાંક એવા લોકો છે જે તેમના સંપર્કમાં હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના DCPએ કહ્યું કે, અમે તેમની પાસેથી IED, 1 કિલો વિસ્ફોટક જપ્ત કર્યું છે. તેઓ વીડિયો જોઈને IED બનાવવાનું શિખ્યા.