દિલ્હીમાં ૧૮ વર્ષથી ઉપરની વયના લોકોને મફત વેકસીન : કેજરીવાલ

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે દરરોજના અહીં ૨૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે અને ૩૦૦થી વધુના મોત પ્રતિદિન થઇ રહ્યાં છે કોરોના વાયરસના વધતા સંક્રમણને જાેતા કેજરીવાલ સરકારે ૧૮ વર્ષથી વધુ ઉમરના લોકોને મફતમાં વેકસીન લગાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આ જાહેરાત કરી હતી એ યાદ રહે કે દેશભરમાં ૧મેથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીન લગાવવામાં આવશે
મુખ્યમંત્રી કેજરીવાલે આજે અહીં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે દેશભરમાં કોરોનાનો જબરજસ્ત કહેર છવાયેલો છે કોરોનાકાળમાં સમાધાન એક જ છે અને તે છે વેકસીન દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે ૧૮ વર્ષથી ઉપરના લોકોને મફત વેકસીન આપવામાં આવશે અને તેની પુરી વ્યવસ્થા થઇ ગઇ છે.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે અમે જાેયું છે કે આ મહામારીથી ૧૮ વર્ષથી ઓછી ઉમરના જવા અને બાળકો પણ ખુબ સંક્રમિત થઇ રહ્યાં છે હવે તેમના માટે પણ વિચારવાનો સમય આવી ગયો છે કે આ વેકસીન તેમને પણ લગાવી શકાય અને જાે નહીં લગાવવામાં આવે તો હું આશા કરૂ છું કે બીજી વેકસીન પણ ઉપલબ્ધ થશે
મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ૧.૩૫ વેકસીન ખરીદવાની મંજુરી આપવામાં આવી છે તેમણે કહ્યું કે વેકસીનના એક નિર્માતાએ કહ્યું છે કે તે રાજય સરકારને ૪૦૦ અને બીજાએ કહ્યું છે કે તે ૬૦૦ રૂપિયામાં વેકસીન આપશે અને કેન્દ્ર સરકારને ૧૫૦-૧૫૦ રૂપિયામાં આપશે તેની એક જ કીમત હોવી જાેઇએ તેમણે કહ્યું કે વેકસીનના ભાવ અલગ અલગ આવી રહ્યાં છે તે યોગ્ય નથી વેકસીન બનાવનારી કંપનીઓથી નિવેદન છે કે તે તેને ૧૫૦ રૂપિયા સુધી લઇ જાય કેન્દ્ર સરકારથી પણ નિવેદન છે કે ભાવ પર કેપિંગ કરવામાં આવી