દિલ્હીમાં ૧૯ વર્ષમાં સપ્ટેમ્બરમાં એક દિવસનો સૌથી વધુ વરસાદ
નવીદિલ્હી, દિલ્હીમાં આજે એક જ દિવસમાં ૪.૫ ઇંચ વરસાદ પડયો છે. જે સપ્ટેમ્બરમાં છેલ્લા ૧૯ વર્ષમાં એક જ દિવસમાં પડેલો સૌૈથી વધુ વરસાદ છે. ૪.૫ ઇંચ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. આ અગાઉ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ ૧૨૬.૮ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ ૧૭૨.૬ મિમી વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે ૨૫ ટ્રેનોને અસર થઇ હતી. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજે વરસાદ પડયો હતો. ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ આઠ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હી જેવા નાના વિસ્તાર માટે બે ત્રણ દિવસ એડવાન્સમાં હવામાનની આગાહી કરવી મુશ્કેલ હોય છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કરંટ લાગવાને કારણે ત્રણ બાળકો સહિત પાંચ લોકોનાં મોત થયા છે.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતા ૨૪ ટકા ઓછો વરસાદ પડયો છે. જાે કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડશે.
ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ(આઇએમડી)ના ડાયરેક્ટર જનરલ મૃતુન્જય મોહાપાત્રાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં સામાન્યથી વધારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઇમા સાત ટકા ઓછો વરસાદ પડયો હતો. જ્યારે જૂનમાં સામાન્ય કરતા ૧૦ ટકા વધારે વરસાદ પડયો હતો.HS