દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૧૦૧.૮૪ રૂપિયા

પ્રતિકાત્મક
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલનીની નવી કિંમત જાહેર થઈ ગઈ છે. આજે સતત ૧૭મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ૧૮ જુલાઈ પછી સતત પેટ્રોલની કિંમત સ્થિર છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ ૧૦૭.૮૩ રૂપિયા અને ડીઝલ ૯૭.૪૫ રૂપિયા પ્રતિ લીટર પર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અમદાવાદમાં પેટ્રોલ ૯૮.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૧ રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે મે મહિના પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારે જાેવા મળ્યો છે. ૪૨ દિવસમાં પેટ્રોલ આશરે ૧૧.૫૨ રૂપિયા સુધી મોંઘું થયું છે. મેથી લઈને જુલાઈ સુધી ઇંધણની કિંમતમાં સતત વધારો થતો રહ્યો છે. દેશમાં ઓછામાં ઓછા ૧૯ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બહુ ઝડપથી ઘટાડો થવાની આશા છે.
રવિવારે ઓપેલ સમૂહ વચ્ચે થયેલી બેઠક બાદ આશા રાખવામાં આવી રહી છે કે પેટ્રોલ બહુ ઝડપથી સસ્તું થશે. આ બેઠકમાં પૂર્ણ સહમતિ થઈ છે કે પાંચ ર્ંઁઈઝ્ર અને એક બિન ઓપેલ દેશ ઓગસ્ટમાં કાચા તેલનું ઉત્પાદન વધારશે. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટશે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.