દિલ્હીમાં ૩૧મી સુધી સ્કુલ, કોલેજા, સિનેમાઘર બંધ હશે
નવીદિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ૪૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભરતમાં પણ આનો ખૌફ વધી રહ્યો છે. ૭૩ મામલા સપટી ઉપર આવી ચુક્યા છે. ભારતે હવે દુનિયાના કોઇપણ દેશથી આવનાર લોકોને ૧૫મી એપ્રિલ સુધી વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે કોરોનાને ઇમરજન્સી જાહેર કરીને વિવિધ પગલા લીધા છે. ૩૧મી માર્ચ સુધી તમામ સ્કુલો, કોલેજ અને સિનેમાઘરને બંધ કરી દીધા છે.
કોરોનાને ધ્યાનમાં લઇને જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ માટે વેક્સિન તૈયાર કરવામાં ઓછામાં દોઢી બે વર્ષનો સમય લાગી શકે છે. હરિયાણા સરકારે પણ સ્કુલ, કોલેજ, ન‹સગ હોમ અને હોસ્પિટલોમાં એવા લોકોને શોધવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ હરિયાણા અને અન્ય રાજ્યોમાં વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, તમામ સિનેમાહોલને ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જે સ્કુલ કોલેજામાં પરીક્ષાઓ ચાલી રહી નથી તે સ્કુલો બંધ કરી દેવાઈ છે. તેમણે કહ્યું છે કે, ખતરાઓને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયા છે.
ભારતમાં જુદા જુદા રાજ્યોમાં પગલાઓનો દોર ચાલી રહ્યો છે. નવી નવી સૂચનાઓ પણ જરી કરવામાં આવી રહી છે. સૌથી વધુ કેરળમાં ૧૭ કેસ પોઝિટિવ આવ્યા છે. ભારતમાં હજુ સુધી કુલ ૧૦૫૭૫૦૬ લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી ચુકી છે. મહારાષ્ટ્રમાં ટુંકાગાળામાં જ ૧૧ પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્થિતિમાં હાલ સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.