દિલ્હીમાં 12 વર્ષની ‘નિર્ભયા’ની સ્થિતિ અત્યંત નાજુક, હાલ વેન્ટિલેટર પર
નવી દિલ્હી, દિલ્હીના પશ્ચિમ વિહારમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની બાળકીની સિૃથતિ અત્યંત નાજૂક છે. બાળકીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે અને તેને હવે ન્યૂરોસર્જરી આઈસીયુમાં શિફ્ટ કરાઈ છે. બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને તેના પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઓછા છે. પ્લેટલેટ કાઉન્ટમાં સુધારો થયા પછી તેની ન્યૂરોસર્જરી થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ કેસમાં દિલ્હીની કોર્ટે પીડિત બાળકીના પરિવારને 2 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર આપવા આદેશ આપ્યો છે. જોકે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત બાળકીના પરિવારને રૂ. 10 લાખની આિર્થક મદદની જાહેરાત કરી છે. તેમણે ગુરૂવારે એઈમ્સ પહોંચી પીડિત બાળકીના ખબર-અંતર પૂછ્યા હતા.
આ પણ વાંચોઃ
https://westerntimesnews.in/news/62482
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું કે, બાળકીની સિૃથતિ ખૂબ જ ગંભીર છે. મેં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની બાળકીના માતા-પિતા અને ડૉક્ટર સાથે ફોન પર વાત કરી છે. હું કાલે હોસ્પિટલમાં તેના ખબર-અંતર પૂછવા ગયો હતો. તે જીવન માટે સંઘર્ષ કરી રહી છે. ડૉક્ટરો તેમના તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે બધા લોકો પ્રાર્થના કરે.
દરમિયાન પોલીસે પશ્ચિમ વિહારના પીરાગઢીમાં મંગળવારે બાળકી પર નિર્ભયાની જેમ ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજારનાર 33 વર્ષના કૃષ્ણા નામના એક યુવકની ગુરૂવારે ધરપકડ કરી હતી. પોલીસને આરોપી અંગે સીસીટીવી ફૂટેજમાંથી માહિતી મળી હતી.
બાળકી મંગળવારે તેના ઘરે એકલી હતી ત્યારે યુવાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીએ વિરોધ કરતાં તેણે કાતરથી તેના માથા અને શરીર પર ગોદા માર્યા હતા અને નિર્ભયા જેવી ક્રૂરતા આચરી હતી. તેણે બળાત્કાર ગુજાર્યા પછી બાળકીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકી લોહીથી લથબથ થતાં તેને મરેલી સમજીને આરોપી ત્યાંથી ભાગી છૂટયો હતો.
જોકે, આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે ચોરીના આશયથી ઘરમાં પ્રવેશ્યો હતો. તે એક સૂટકેસ લઈને ભાગવા જતો હતો ત્યારે બાળકી તેને જોઈ જતાં તેણે બૂમો પાડવા માંડી હતી. બાળકીને ચૂપ કરવા તેણે બાજુમાં પડેલું સીવણનું મશીન તેને માર્યું હતું. તેમ છતાં બાળકી તેની સામે લડતાં તેણે બાળકીને કાતરથી ગોદા માર્યા હતા અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, પોલીસે જણાવ્યું કે તેમણે આરોપીના વર્ઝનની ચકાસણી કરવાની બાકી છે.
બાળકી સાથે કેવી ક્રૂરતા આચરવામાં આવી છે તેનો એ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ઘણા લાંબા સમય સુધી બેભાન હાલતમાં પડી રહી હતી. પાછળથી તે ઢસડાતા ઢસડાતા ઘરમાંથી બહાર નીકળી અને પડોશીના ઘર સુધી પહોંચી. તેમને ઈશારાથી પોતાની સિૃથતિ જણાવતાં તે ફરી બેભાન થઈ ગઈ. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. પડોશીએ તુરંત પોલીસને ઘટનાની જાણ કરી હતી.
વરિષ્ઠ પોલીસ અિધકારીના જણાવ્યા મુજબ 12 વર્ષની બાળકીનો પરિવાર પીરાગઢીમાં ભાડાં પર રહે છે. પરિવાર મૂળરૂપે બિહારનો રહેવાસી છે. જે રૂમમાં પરિવાર રહે છે, તે ત્રણ માળની ઈમારતમાં નાના-નાના અંદાજે 25 રૂમ છે. તેમાં મોટાભાગે આજુબાજુની ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતાં લોકો રહે છે. બાળકીના માતા-પિતા પણ ફેક્ટરીમાં મજૂરી કરે છે. બાળકીની મોટી બહેન પણ કામ કરે છે.