દિલ્હીવાસીઓએ હવે વીજળી બિલ પર સબસિડી મેળવવા માટે ફોર્મ ભરવું પડશે
નવીદિલ્હી, દિલ્હીવાસીઓએ હવે વીજળી પર સબસિડી લેવા અથવા છોડવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે. હવે અધિકારીઓએ જણાવ્યું છે કે જે ગ્રાહકોએ સબસિડી લીધી છે અથવા છોડી દીધી છે તેમના ફીડબેક લેવા માટે વીજળી વિભાગે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મે મહિનામાં કહ્યું હતું કે મફત વીજળી ફક્ત તે જ લોકોને મળશે જે તેને લેવા માંગે છે. જેઓ વીજળી પર સબસિડી માંગતા નથી તેઓ ફોર્મ ભરીને નાપસંદ કરી શકે છે.
સબસિડી અંગેની નવી સિસ્ટમ ૧ ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે ૧ ઓક્ટોબર પછી સબસિડીની માફી સંબંધિત ‘હા’ અને ‘ના’ વિકલ્પો સાથે ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે ગ્રાહકો આવતા મહિનાથી વીજ બિલ સાથે ફોર્મ મેળવી શકશે. આમાં, સબસિડી મેળવવા માટે તેઓએ ‘હા’ અથવા ‘ના’ લખવાનું રહેશે. વીજળી વિતરણ કંપનીઓ તેમના સત્તાવાર પોર્ટલ દ્વારા ડિજિટલ ફોર્મેટમાં ગ્રાહક પ્રતિસાદ એકત્રિત કરશે.
મુખ્યમંત્રી કેજરીવાલે અગાઉ કહ્યું હતું કે ઉપભોક્તાઓ દ્વારા સમર્પણ કરવામાં આવેલી સબસિડીમાંથી બચેલા પૈસા શાળાઓ અને હોસ્પિટલોમાં ખર્ચી શકાય છે. દિલ્હીમાં લગભગ ૮૦ ટકા ગ્રાહકો વીજળીનું બિલ ઓનલાઈન ચૂકવે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારે ૨૦૨૨-૨૩માં પાવર સબસિડી માટે ૩,૨૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
અગાઉ, ૨૦૨૦-૨૧માં ૩,૦૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકારને આશા છે કે લોકોને સબસિડી આપવાથી આ ખર્ચમાં ઘટાડો થશે.આ દરમિયાન લોકોને જાગૃત કરવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે. જેમાં આ માહિતી આપવામાં આવશે, જાે લોકો તેને લેવા માંગતા હોય તો જ સબસિડી મળશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, દિલ્હીમાં ૫૮.૧૮ લાખ વીજ ગ્રાહકો છે,
જેમાંથી ૪૭.૧૧ લાખ દિલ્હી સરકારની સબસિડી યોજનાનો લાભ લે છે. આમાં ૩૦.૩૯ લાખ ઘરેલું ગ્રાહકો એવા છે જેઓ એક મહિનામાં માત્ર ૨૦૦ યુનિટ વીજળી વાપરે છે અને તેમને ૧૦૦% સબસિડી મળે છે. ૧૬.૬૦ લોકો ૨૦૧-૪૦૦ યુનિટ સુધી વીજળી વાપરે છે અને તેમને રૂ.૮૦૦ સુધીની સબસિડી મળે છે.HS2KP