દિલ્હી અને એનસીઆરમાં શ્વાસ લેવામાં ભારે સંકટ
નવીદિલ્હી, દિલ્હી એનસીઆરની હવામાં એકવાર ફરી પ્રદુષણનું સ્તર એટલું વધી ગયું છે કે શ્વાસ લેવા પર સંકટ બની ગયું છે.આજે સવારે દિલ્હી એનસીપીઆરની હવા ગંભીર શ્રેણીમાં નોંધાઇ છે.મોટાભાગના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સુચકાંક ૪૦૦ને પાર નોંધાયુ છે.
પ્રદુષણના હિસાબથી હોટસ્પોર્ટ માનવામાં આવનાર તમામ વિસ્તારોમાં એકયુઆઇ ૪૦૦ને પાર દાખલ થયું છે જે ગંભીર શ્રેણીમાં આવે છે દિલ્હીના અલીપુરમાં ૪૨૦,આનંદ વિહારમાં ૪૪૩ અશોક વિહાર ૪૪૨ બવાનામાં ૪૪૧ ચાંદની ચોકમાં ૪૦૮ ડીટીયુમાં ૪૩૪ અને જહાંગીરપુરીમાં ૪૫૦ એકયુઆઇ નોંધાયુ છે આવા આવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ ૪૦૦ને પાર એકયુઆઇ નોંધાયુ છે.HS