દિલ્હી એઇમ્સમાં આગ ફાટી નીકળી, 34 ફાયર ફાઈટરો ઘટના સ્થળે
નવી દિલ્હી, શનિવારે સાંજે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના પહેલા અને બીજા માળે આગ લાગી હતી. એઇમ્સમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના સાંજના પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની નજીકથી શરૂ થઈ હતી. આગને કારણે ઇમરજન્સી લેબ, વોર્ડ એબી -1, સુપર સ્પેશિયાલિટી ઓપીડી વિસ્તાર અને ઓર્થો ઓપરેશન થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે.
#Delhi: A major fire breaks out in PC block, 2nd floor at #AIIMS, 34 fire tenders reach spot. PC block (a non-patient block) near the emergency ward on the 2nd floor. No causality reported till now. pic.twitter.com/vbNdUvJftX
— News24 India (@news24tvchannel) August 17, 2019
અચાનક આગને કારણે સમગ્ર હોસ્પિટલમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સીડી અને બંને માળ પર ધૂમાડાને કારણે લોકોને ગુંગળામણ અનુભવાઈ રહી હતી. બી અને સી બ્લોકને આગની ભારે અસર થઈ છે.
એક કલાકથી વધુ સમય સુધી આગને કાબૂમાં લેવામાં આવી નથી. 34 ફાયર એન્જિનો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. હાલ કોઈ જાનહાનિ નોંધાઈ નથી.