Western Times News

Gujarati News

દિલ્હી એનસીઆરની હવામાં સુધારો થઇ રહ્યો નથી

નવીદિલ્હી, સરકાર અને પ્રશાસન દ્વારા સતત કરવામાં આવી રહેલ પ્રદુષણ રોકવાના ઉપાય પણ દિલ્હી એનસીઆરની હવાને સુધારી શકયા નથી દિલ્હીના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સુચકાંક ૪૦૦ને પાર કરી ગઇ જે ગંભીર શ્રેણીમાં આવે છે જયારે મોટાભાગના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા ૩૫૦ની પાર દાખલ થયો છે જે ખુબ ખરાબ શ્રેણીમાં આવે છે.

દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ બનેલ છે અને લોકોના આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ નાખી રહી છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે પણ પાટનગરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખુબ ખરાબ શ્રેણીમાં દાખલ કરવામાં આવી છે આજે સવારે આનંદ વિહાર અને નજફગઢમાં એકયુઆઇ ૪૦૨ અને ૪૧૪ તથા મંદિર માર્ગ અને અશોક વિહારમાં ૩૬૪ અને ૩૯૭ દાખલ કરવામાં આવ્યું છે.

હવાઓને શાંત પડવાથી દિલ્હી એનસીઆરની ગવા મંગળવારે પણ ગંભીર શ્રેણીમાં બની રહી હવામાં પ્રદુષણની માત્રા વધુ થવાને કારણે દિવસમાં ધુમ્મસ છાયુ રહ્યું હતું જયારે સમગ્ર એનસીઆર પ્રદુષણના હિસાબથી ડાર્ક ઝોનમાં બનેલ છે દિલ્હી મંગળવારે દેશના સૌથી પ્રદુષિત શહેર રહ્યું રાજધાનીનું વાયુ ગુણવત્તા સુચકાંક ૪૭૬ દાખલ થયું છે દિલ્હીથી જાેડાયેલ બીજા શહેરોની હવા પણ ગંભીર સ્તર સુધી પ્રદુષિત રહી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.